Tuesday, February 17News That Matters

શહીદ સૈનિક/સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોનાં પુત્રોનાં ઘો.૮ અને તેથી વધુ ઉચ્ચ અભ્યાસ માટે સૈનિક હોસ્ટેલમાં પ્રવેશ મેળવી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

      શહીદ સૈનિકો/ સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોનાં પુત્રો કે જેમણે દુરદરાજથી ધોરણ ૮ અને તેથી ઉપરનાં અભ્યાસ અર્થે અમદાવાદ, વડોદરા અને સુરત શહેર ખાતે એડમીશન મેળવેલ છે, તેઓનાં રહેવા માટે નિ:શુલ્ક તેમજ આવક મર્યાદા આધારીત નિ:શુલ્ક/પેમેન્ટ જમવાની વ્યવસ્થા સાથે છાત્રાલયો ચાલુ છે. આ છાત્રાલયોમાં એડમીશન મેળવવા ઈચ્છુક લાભાર્થીઓનાં વાલીઓએ અમદાવાદ, વડોદરા અને સુરત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમીશન ફોર્મ પ્રાપ્ત કરી વહેલા તે પહેલાના ધોરણે એડમીશન મેળવી લેવા નિયામક, સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ ગુજરાત રાજ્યની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *