હિન્દ ટીવી – ગુજરાતી, છોટાઉદેપુર
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, છોટાઉદેપુર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, છોટાઉદેપુર તેમજ સુખી પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, કવાંટના સંયુકત ઉપક્રમે છોટાઉદેપુરના કવાંટ ખાતે જિલ્લા કક્ષાનું નવમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૩ અંતર્ગત કાર્યક્ર્મ પાવી જેતપુર વિધાન સભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાનું નવમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૩ને રીબીન કાપી ધારાસભ્ય અને મહાનુભવોના હસ્તે ખુલ્લું મુકાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષયને લઈને અવનવા પ્રયોગો અને બાળ સંશોધનો રજુ કર્યા હતા.
