Tuesday, February 17News That Matters

છોટાઉદેપુરમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં શહેરીજનોની ભાગીદારી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

      સ્વચ્છ ગુજરાત નિર્મળ ગુજરાતના સૂત્રને સાકાર કરવા માટે સમગ્ર રાજ્યમાં સફાઈ અભિયાન પૂરઝડપ ચાલી રહ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ગામોમાં પણ સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરાઈ છે. આજરોજ છોટાઉદેપુર શહેરની મધ્યમાં આવેલા એવા કુસુમ સાગર તળાવમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાફસફાઈ કરવામાં આવી હતી. આ અભિયાનમાં હોંશે હોંશે શહેરીજનો પણ જોડવા લાગ્યા છે.

‘મારૂ ગામ, નિર્મળ ગામ’ સૂત્રને સાર્થક કરતા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત્ત છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ. જેમાં પ્લાસ્ટિકનો કચરો અને લાકડાના ટૂકડાં, ખાલી બોટલો, કાગળ, પાણીની શેવાળ વગેરે કચરો એકત્રિત કરી અને સફાઈ હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *