હિન્દ ટીવી ગુજરાતી, છોટાઉદપુર
ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૩-૨૪ વર્ષ માટે મગફળીના રૂ.૬૩૭૭/-, માગના રૂ.૮૫૫૮/-, અડદના રૂ.૬૯૫૦/- સોયાબીનના રૂ.૪૬૦૦/- પ્રતિ ક્વિન્ટલ ટેકનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ(PSS) હેઠળ ટેકાના ભાવે ખરીદી અન્વયે ખેડૂતોની નોંધણી તા.૧૬/૧૦/૨૦૨૩ સુધી ગ્રામ્ય કક્ષાએ એ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. આ ખરીદી આગામી તા.૨૧/૧૦/૨૦૨૩ બાદ શરુ કરવામાં આવશે.
