Sunday, February 15News That Matters

Author: Admin Admin

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચુંટણી સંપન્ન

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચુંટણી સંપન્ન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચુંટણી આજે યોજાઇ હતી. રાજ્યભરની જિલ્લા માહિતી કચેરીમાંથી સૌ સભાસદ કર્મચારી - અધિકારીઓએ આ ચુંટણીમાં મતદાન કરી ઉત્સાહભેર ભાગ લીધો હતો. જંગી બહુમતીથી વિજયી થયેલા ૧૫ ઉમેદવારોની હાજરીમાં આજે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પણ મળી હતી, જેમાં અવસાન પામેલા પાંચ સભાસદોના માનમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નવી કારોબારી સમિતિમાં પ્રમુખ તરીકે જયંતિભાઈ લાલજીભાઈ ચૌધરી અને મંત્રી તરીકે સમાચાર શાખાના દિલીપકુમાર રજનીકાંત ગજ્જરની સર્વાનુ મતે નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 13 સભ્યોની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે જેમાં ગાભુજી સોમાજી ઠાકોર, શ્રીપ્રહલાદ હરીભાઈ ચૌધરી, કિરીટકુમાર ખુશાલભાઈ બેન્કર, શ્રીમતી ફોરમ અમિત રાઠોડ, દિનુભાઈ લલ્લુભાઈ સોલંકી, પરબતજી ઘેમરજી ચંડીસરા, શ્ર...

કોડીનાર ખાતે ૧૧મા ખેલ મહાકુંભની એથલેટિક્સ સ્પર્ધામાં ઉતીર્ણ થયેલ ખેલાડીઓ રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

Entertainment
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ         જિલ્લા રમત ગમત અધિકારી ની કચેરી, ગીર સોમનાથ દ્વારા ૧૧મા ખેલ મહાકુંભ જિલ્લા કક્ષા એથ્લેટીકસ સ્પર્ધા તા.૧૦/૦૫/૨૦૨૨ ના રોજ ભાઈઓ તથા તા.૧૧/૦૫/૨૦૨૨ ના રોજ બહેનો નું આયોજન સોમનાથ એકેડેમી, કોડીનાર મુકામે યોજાયેલ હતું જેમાં આશરે ૩૨૫ જેટલા ભાઈઓ અને ૨૬૦ જેટલી બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો. જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ આગમી દિવસોમાં યોજાનાર રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા દરમ્યાન કોડીનાર તાલુકાના PI અશોક મકવાણા, જિલ્લા રમત વિકાસ અધિકારી, કોચ કાનજીભાઈ ભાલીયા, કોડીનાર સર્કલ ASI વિજયભાઈ પરમાર, ગીર સોમનાથ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ વરજાંગભાઈ વાળા, સોમનાથ એકેડેમી પ્રમુખ કરસનભાઈ સોલંકી, સ્પોર્ટ્સ ડાયરેક્ટર દીપસિંહ દાહિમા, કરસનભાઈ બારીયા, નરેશભાઈ ગોહિલ, કનકભાઈ ખેર અને જિલ્લાના તમામ કોચ, વ્ય...

મથલ મેજર બ્રિજ ભારે વાહનો માટે ૩ માસ માટે પ્રતિબંધિત

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ભુજ            કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ગામે મથલ મધ્યે પસાર થતો ભુજ લખપત રાજય ધોરીમાર્ગ નં. ૪૨ કી.મી. ૫૦/૦૦ થી ૧૧૬/૪૦૦ પૈકી કી.મી ૬૩/૯૦૦ થી ૬૪/૧૫૨ વચ્ચે આવેલા અંદાજે ૪૦ વર્ષ જુના મથલ મેજર બ્રીજ પર અતિભારે વાહનોની અવર જવરના કારણે આ મેજર બ્રીજ પર ડાબી બાજુએ સ્લેબમાં ગાબડું પડેલ હોઇ જેથી સાવચેતીના ભાગરૂપે હાલે બ્રીજની ડાબી બાજુએ બનાવેલ પાકા ડાયવર્ઝન પરથી વાહનોની અવરજવર રાબેતા મુજબ ચાલુ છે. જે ચોમાસા દરમ્યાન વાહન વ્યવહાર બંધ ન થાય અને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહે તે માટે આ ડાયવર્ઝન પર પાઇપ કલ્વર્ટ અને પ્રોટેક્શન વોલની કામગીરી કરવાની જરૂરીયાત હોઇ આ કામગીરી સબબ ૩ માસની મર્યાદા સુધી વાહન વ્યવહાર પસાર થવા માટે આ રસ્તો બંધ કરવા કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છ દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ છે તેને અનુલક્ષીને મથલ બ્રિજ બંધ કરી તેની અવેજીમાં રૂટ નં.૧ મી...
આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગમાં ગુજરાતની પ્રથમ દિકરી કુ. મનીષા વાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે

આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગમાં ગુજરાતની પ્રથમ દિકરી કુ. મનીષા વાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Gujarat, Sports
હિન્દ ટીવી- ગુજરાતી, ગીર-સોમનાથ           આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગમાં ગુજરાતની પ્રથમ દિકરી કુ. મનીષા પ્રાંચીબેન વાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની મનીષા ૭મી ઈન્ટરનેશનલ તુર્કિસ ઓપન કિક બોક્સિંગ વર્લ્ડ કપમાં રમતી જોવા મળશે. આ માટે મનીષા એ આજે તુર્કીના ઈસ્તાંબુલ જવા માટે દિલ્હીથી ઉડાન ભરી હતી.             આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દુનિયાભરના ૪૮ દેશો ભાગ લઈ રહ્યા છે. જેમાં ભારતના નવ જેટલા ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે તેમાં ગુજરાતની એકમાત્ર મનીષા વાળા છે, ભારે સંઘર્ષ બાદ આગળ આવેલી મનીષા કહે છે કે, કોઇપણ ખેલાડીનું દેશને રિપ્રેઝન્ટ કરવાનું સ્વપ્ન હોય છે. તેમ આજે મારુ સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે. પણ હજુ ઘણી જ સફર ખેડવાની બાકી છે તેમ જણાવતા મનીષા એ કહ્યું કે, તે આ ટુર્નામેન્ટમાં મારુ શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે તમામ પ્રયાસો કરીશ. તેમજ મને જે આ આંતરરાષ્...

વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય આજે કચ્છમાં

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભુજ             ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય તા.૧૧/૫ના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૧૧મીએ સવારે ૯ કલાકે માંડવી તાલુકાના ડોણ ગામે ગ્રુપ પ્રાથમિક શાળાના નૂતનીકરણના લોકાર્પણ અને ઉદઘાટન પ્રસંગે મુખ્ય મહેમાનપદે હાજરી આપશે. સાંજે ૧૬ કલાકે ભુજ તાલુકાના માનકુવા ગામે ભુજ તાલુકા મહેશ્વરી સમાજ દ્વારા આયોજિત પ્રથમ સમુહ લગ્ન કન્યાવણજ મહોત્સવ-૨૦૨૨ પ્રસંગે ઉપસ્થિત રહેશે. સાંજે ૧૭.૩૦ ભુજ મધ્યે આવેલ સમસ્ત મહાજન મુંબઇ તેમજ ભુજ નગરપાલિકાના સંયુકત ઉપક્રમે સર્જન કાસા સોસાયટી પાછળ આવેલ ઉમાસર તળાવના ખાણેતરાની કામગીરીના પ્રારંભમાં હાજરી આપશે. સાંજે ૧૮ કલાકે ભુજ મુકામે ઉપલીપાળ રોડ પર રામમંદિરની બાજુમાં આવેલ કલ્ચરલ પાર્કના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે....

ઘોઘા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ઘોઘા ઘોઘા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ આવતીકાલે એટલે કે, તા.૧૧/૦૫/ ૨૦૨૨નાં રોજ સવારનાં ૧૦:૦૦ કલાકે તાલુકા પંચાયત કચેરી, ઘોઘાનાં સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. પ્રમુખશ્રી , લોકોનાં પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. ઘોઘા તાલુકાની જાહેર જનતાએ સેવા વિષયક, નિતી વિષયક, નામ.કોર્ટમાં પડતર હોય તેવી બાબતો જમીન મિલકત સબંધી દાવાઓ, દિવાની મહેસુલી કોર્ટમાં પડતર હોય કે પડકારવા પાત્ર હોય તેવી બાબતોની રજુઆતો સિવાયના પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેના પ્રશ્નો અરજીઓનો નિકાલ આ લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં લાવવામાં આવશે....

તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, તળાજા             તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ આવતીકાલે એટલે કે, તા.૧૧/૦૫/૨૦૨૨નાં રોજ બપોરનાં ૧૫:૦૦ કલાકે તાલુકા પંચાયત કચેરી, તળાજાનાં સભાખંડમાં, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. પ્રમુખશ્રી લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. તળાજા તાલુકાની જાહેર જનતાએ સેવા વિષયક, નિતી વિષયક, નામ.કોર્ટમાં પડતર હોય તેવી બાબતો જમીન મિલકત સબંધી દાવાઓ, દિવાની મહેસુલી કોર્ટમાં પડતર હોય કે પડકારવા પાત્ર હોય તેવી બાબતોની રજુઆતો સિવાયના પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તેનું નિરાકરણ આ કાર્યક્રમમાં લાવવામાં આવશે....
વેરાવળ ખાતેની મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાયલની રૂ.૩.૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત તરંગ બોયઝ હોસ્ટલનુ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે લોકાર્પણ

વેરાવળ ખાતેની મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાયલની રૂ.૩.૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત તરંગ બોયઝ હોસ્ટલનુ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે લોકાર્પણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ              કેન્દ્રીય મત્સ્યદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોમત્તમભાઈ રૂપાલાએ વેરાવળ ખાતેની મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલની રૂ. ૩.૩૫ કરોડના ખર્ચે નવ નિર્મિત અદ્યતન તરંગ બોયઝ હોસ્ટલનુ લોકાર્પણ કરતાં જણાવ્યું કે, અહીયાની કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારત સરકારની અને ખાસ કરીને મત્સ્ય વિભાગની યોજનાઓનો લાભ મેળવી ઉદ્યોગ સાહસિક બને તે દિશામાં આગળ વધવા માટે વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. કામધેનુ યુનિવર્સિટી સલગ્ન આ મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલની હોસ્ટેલની તકતી અનાવરણની સાથે મંત્રીએ હોસ્ટેલની અદ્યતન સુવિધાઓનુ પણ નિરીક્ષણ કર્યું હતું. પ્રવર્તમાન સમયમાં માછીમારોને માછીમારી કરવા માટે દરિયામાં બહુ દૂર જવુ પડે છે. તેના કારણે ઘણી સમસ્યાઓ પણ ઉદભવે છે. જેથી આ સમસ્યાઓ નિવારવા માટે અને દરિયા કિનારા સમીપ જ માછીમારી કરી શકે અને દરિયા કિનારા નજીક માછલીઓનો મોટો જથ્થો ...
ગ્રામ વિકાસ ટ્રસ્ટ ધ્વારા આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત- ભરૂચને એમ્બ્યુલન્સ અર્પણ કરા

ગ્રામ વિકાસ ટ્રસ્ટ ધ્વારા આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત- ભરૂચને એમ્બ્યુલન્સ અર્પણ કરા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ           ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સરકારની આરોગ્યની સુવિધાઓમાં મદદરૂપ થવા ગ્રામ વિકાસ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી રમેશભાઇ કાસોન્દ્રા ધ્વારા છેવાડાના ગ્રામજનોને આરોગ્ય માટેની તાત્કાલિક સેવાઓ મળી રહે એ માટે રુા.૧૮ લાખની કિંમતની એમ્બ્યુલન્સ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત- ભરૂચને અર્પણ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીને ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતિ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીને એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવેલ. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, આગેવાન પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ ગ્રામ વિકાસ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી છેવાડાના ગ્રામજનોની આરોગ્યની સુવિધાઓ માટે એમ્બ્યુલન્સ ધણી ઉપયોગી નિવડશે તેમ જણા...
જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને ઓળખકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને ઓળખકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેના હસ્તે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને ઓળખપત્ર વિતરણનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના ડાયરેક્ટર શ્રીજગરૂપસિંહ રાજપૂત અને ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ રાવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના (DOP) ના આ પગલા અંગે હર્ષ ની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ સંસ્થાનું નિર્માણ અને વિકાસ એક પડકારરૂપ કાર્ય હોય છે અને DOP એ આ કાર્ય સુપેરે પાર પાડ્યું છે. જિલ્લા કલેક્ટરએ સરકારી વકીલઓને ન્યાયપ્રક્રિયા ને વધુ ઝડપી બનાવવા જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ જરૂરી મદદ માટે ની ખાતરી આપી હતી. પ્રાસંગિક ઉદબોધનમાં DOPના ડાયરેક્ટર શ્રીજગરૂપસિંહ રાજપૂતે નીચલી અદાલતોમાં રિપોર્ટિંગ પ્રક્રિયા વધુ સુદ્રઢ બનાવવા અને પડ...