Sunday, February 15News That Matters

જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને ઓળખકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ટીવી – ગુજરાતી, અમદાવાદ

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેના હસ્તે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને ઓળખપત્ર વિતરણનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના ડાયરેક્ટર શ્રીજગરૂપસિંહ રાજપૂત અને ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ રાવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના (DOP) ના આ પગલા અંગે હર્ષ ની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ સંસ્થાનું નિર્માણ અને વિકાસ એક પડકારરૂપ કાર્ય હોય છે અને DOP એ આ કાર્ય સુપેરે પાર પાડ્યું છે. જિલ્લા કલેક્ટરએ સરકારી વકીલઓને ન્યાયપ્રક્રિયા ને વધુ ઝડપી બનાવવા જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ જરૂરી મદદ માટે ની ખાતરી આપી હતી. પ્રાસંગિક ઉદબોધનમાં DOPના ડાયરેક્ટર શ્રીજગરૂપસિંહ રાજપૂતે નીચલી અદાલતોમાં રિપોર્ટિંગ પ્રક્રિયા વધુ સુદ્રઢ બનાવવા અને પડતર કેસોના નિકાલ માટે સક્રિય ભૂમિકા ભજવવામાં જરૂરી સહકાર આપવા સરકારી વકીલોને અનુરોધ કર્યો હતો. DOPના ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ રાવે કહ્યું કે, સરકારી વકીલ પાસે પ્રજાને ઘણી મોટી અપેક્ષા હોય છે અને ગરીબો અને વંચિતોને કેન્દ્ર સ્થાને રાખી આપણે સૌ કર્તવ્યબદ્ધ બનીએ. DOPના ડાયરેક્ટરશ્રી અને ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા સરકારી વકીલશ્રીઓને ન્યાયપ્રક્રિયાને વધુ ઝડપી અને સુદૃઢ બનાવવા માટે રચનાત્મક સૂચનો માટેનું આહવાન પણ કરવામાં આવ્યું હતું સરકારી વકીલઓના ઓળખપત્ર વિતરણ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર પી.બી.પંડ્યા, અમદાવાદ ગ્રામ્યના મુખ્ય સરકારી વકીલ પી.એમ.ત્રિવેદી તેમજ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર એ.બી ઘાસુરા, નરેન્દ્ર શર્મા, અરવિંદભાઈ નાયક, આર.સી.કોડેકર, વનરાજસિંહ ચાવડા અને જયેશ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *