Sunday, February 15News That Matters

ઘોઘા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ટીવી ગુજરાતી, ઘોઘા

ઘોઘા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ આવતીકાલે એટલે કે, તા.૧૧/૦૫/ ૨૦૨૨નાં રોજ સવારનાં ૧૦:૦૦ કલાકે તાલુકા પંચાયત કચેરી, ઘોઘાનાં સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. પ્રમુખશ્રી , લોકોનાં પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. ઘોઘા તાલુકાની જાહેર જનતાએ સેવા વિષયક, નિતી વિષયક, નામ.કોર્ટમાં પડતર હોય તેવી બાબતો જમીન મિલકત સબંધી દાવાઓ, દિવાની મહેસુલી કોર્ટમાં પડતર હોય કે પડકારવા પાત્ર હોય તેવી બાબતોની રજુઆતો સિવાયના પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેના પ્રશ્નો અરજીઓનો નિકાલ આ લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં લાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *