હિન્દ ટીવી ગુજરાતી, ભુજ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય તા.૧૧/૫ના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૧૧મીએ સવારે ૯ કલાકે માંડવી તાલુકાના ડોણ ગામે ગ્રુપ પ્રાથમિક શાળાના નૂતનીકરણના લોકાર્પણ અને ઉદઘાટન પ્રસંગે મુખ્ય મહેમાનપદે હાજરી આપશે. સાંજે ૧૬ કલાકે ભુજ તાલુકાના માનકુવા ગામે ભુજ તાલુકા મહેશ્વરી સમાજ દ્વારા આયોજિત પ્રથમ સમુહ લગ્ન કન્યાવણજ મહોત્સવ-૨૦૨૨ પ્રસંગે ઉપસ્થિત રહેશે. સાંજે ૧૭.૩૦ ભુજ મધ્યે આવેલ સમસ્ત મહાજન મુંબઇ તેમજ ભુજ નગરપાલિકાના સંયુકત ઉપક્રમે સર્જન કાસા સોસાયટી પાછળ આવેલ ઉમાસર તળાવના ખાણેતરાની કામગીરીના પ્રારંભમાં હાજરી આપશે. સાંજે ૧૮ કલાકે ભુજ મુકામે ઉપલીપાળ રોડ પર રામમંદિરની બાજુમાં આવેલ કલ્ચરલ પાર્કના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
