Sunday, February 15News That Matters

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચુંટણી સંપન્ન

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચુંટણી આજે યોજાઇ હતી. રાજ્યભરની જિલ્લા માહિતી કચેરીમાંથી સૌ સભાસદ કર્મચારી – અધિકારીઓએ આ ચુંટણીમાં મતદાન કરી ઉત્સાહભેર ભાગ લીધો હતો. જંગી બહુમતીથી વિજયી થયેલા ૧૫ ઉમેદવારોની હાજરીમાં આજે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પણ મળી હતી, જેમાં અવસાન પામેલા પાંચ સભાસદોના માનમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

નવી કારોબારી સમિતિમાં પ્રમુખ તરીકે જયંતિભાઈ લાલજીભાઈ ચૌધરી અને મંત્રી તરીકે સમાચાર શાખાના દિલીપકુમાર રજનીકાંત ગજ્જરની સર્વાનુ મતે નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 13 સભ્યોની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે જેમાં ગાભુજી સોમાજી ઠાકોર, શ્રીપ્રહલાદ હરીભાઈ ચૌધરી, કિરીટકુમાર ખુશાલભાઈ બેન્કર, શ્રીમતી ફોરમ અમિત રાઠોડ, દિનુભાઈ લલ્લુભાઈ સોલંકી, પરબતજી ઘેમરજી ચંડીસરા, શ્રીમતી ધર્મિષ્ઠાબેન હેમંતકુમાર સોની, પરિમલ વિરાભાઈ પટેલ, દેવાંગ રમેશચંદ્ર મેવાડા, રજાક આદમભાઈ ડેલા, રેશૃંગભાઈ શંકરભાઈ ચૌહાણ, ધવલ નરેશકુમાર શાહ અને અંકુરકુમાર રમણલાલ શ્રીમાળીનો સમાવેશ થાય છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે દિનેશભાઇ ચૌહાણ અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ભરતભાઈ ગાંગાણી સહિત અન્ય પાંચ સભ્યની ટીમે ઉમદા સેવાઓ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *