Sunday, February 15News That Matters

મથલ મેજર બ્રિજ ભારે વાહનો માટે ૩ માસ માટે પ્રતિબંધિત

હિન્દ ટીવી- ગુજરાતી, ભુજ

           કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ગામે મથલ મધ્યે પસાર થતો ભુજ લખપત રાજય ધોરીમાર્ગ નં. ૪૨ કી.મી. ૫૦/૦૦ થી ૧૧૬/૪૦૦ પૈકી કી.મી ૬૩/૯૦૦ થી ૬૪/૧૫૨ વચ્ચે આવેલા અંદાજે ૪૦ વર્ષ જુના મથલ મેજર બ્રીજ પર અતિભારે વાહનોની અવર જવરના કારણે આ મેજર બ્રીજ પર ડાબી બાજુએ સ્લેબમાં ગાબડું પડેલ હોઇ જેથી સાવચેતીના ભાગરૂપે હાલે બ્રીજની ડાબી બાજુએ બનાવેલ પાકા ડાયવર્ઝન પરથી વાહનોની અવરજવર રાબેતા મુજબ ચાલુ છે. જે ચોમાસા દરમ્યાન વાહન વ્યવહાર બંધ ન થાય અને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહે તે માટે આ ડાયવર્ઝન પર પાઇપ કલ્વર્ટ અને પ્રોટેક્શન વોલની કામગીરી કરવાની જરૂરીયાત હોઇ આ કામગીરી સબબ ૩ માસની મર્યાદા સુધી વાહન વ્યવહાર પસાર થવા માટે આ રસ્તો બંધ કરવા કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છ દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ છે તેને અનુલક્ષીને મથલ બ્રિજ બંધ કરી તેની અવેજીમાં રૂટ નં.૧ મીઠા, પવનચક્કી, લિગ્નાઈટના ભારે વાહનો તથા અન્ય અતિભારે વાહનોએ મથલ ડેમ સાઈટના જુના હયાત રસ્તા પરથી પસાર થવાનું રહેશે. રૂટ નં.૨ મેજર બ્રીજ પરથી દ્રિચક્રી વાહનો, કાર, બસ તથા અન્ય નાના વાહનોએ હયાત બ્રીજ પરથી પસાર થવાનું રહેશે. જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હનુમંતસિંહ જાડેજાએ કચ્છ-ભુજ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મથલ મધ્યે પસાર થતો ભુજ લખપત રાજય ધોરીમાર્ગ ૪૨ કી.મી. ૫૦/૦૦ થી ૧૧૬/૪0૦ પૈકી કી.મી. ૬૩/૯૦૦ થી ૬૪/૧૦૦ વચ્ચે જે હયાત રસ્તા પર અતિભારે વાહન વ્યવહાર માટે જાહેરનામા તારીખ ૯-૫-૨૦૨૨ થી ૩ માસ માટે બંધ કરી તેની અવેજીમાં નક્કી કર્યા મુજબના રસ્તાઓ પર વાહનોને ડાયવર્ટ કરવા હુકમ ફરમાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *