Sunday, February 15News That Matters

Author: Admin Admin

સોમવારે તળાજા ITI ખાતે ભરતી મેળો યોજાશે

સોમવારે તળાજા ITI ખાતે ભરતી મેળો યોજાશે

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ભાવનગર        ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય દ્વારા તા.28 એપ્રિલ,2025ને સોમવારના રોજ સવારે 11:00 કલાકે આઇ. ટી.આઈ,તળાજા ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઇ.ટી.આઇ., સ્નાતક તેમજ ધો.05 પાસ થી 10 પાસ, 12 પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાનગીક્ષેત્રનાં અંદાજિત 04 એકમ (કંપની)માં બ્રાન્ચ મેનેજર, આસી. બ્રાન્ચ મેનેજર, Ring frame Piercer, સેલ્સ એક્સિક્યુટિવ, બીમા સખી & RCA વગેરે જગ્યાઓ ભરવાની છે.  નિયત કરેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫ નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવા રોજગાર કચેરી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે....
બોટાદ ખાતે ‘વિશ્વ મેલેરીયા દિવસ’ ની ઉજવણી

બોટાદ ખાતે ‘વિશ્વ મેલેરીયા દિવસ’ ની ઉજવણી

Health
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ       બોટાદ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત શહેરી આરોગ્ય કેન્દ્ર શિવપરામાં આઈ. ટી. આઈ. ખાતે મેલેરિયા રોગને અટકાયતી પગલા વિશે ગરમીમાં લુ થી બચવાના ઉપાયો તેમજ મેલેરીયાના રોગ ને ફેલાવો ન થાય તે માટે ઘરની આજુબાજુમાં, કુંડા, કુલર, ખાબોચિયા, જુના ટાયર વગેરેમાં પાણી જમા ન થવા દેવું તેમજ પાણી ભરેલા વાસણો ટાંકીમાં હોય ચુસ્ત રીતે બંધ રાખવું.. આ વિશે અનેક માર્ગદર્શન આપવામાં આવ્યા. સાથે આ કાર્યક્રમ માં રોહિતભાઈ અલગોતર, હિમાંશુભાઈ રંગાણી, સુપરવાઇઝર નવીનભાઈ ચાવડા એની નામી અનામી લોકો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર : વિજય કુકડિયા, બોટાદ ...
સાબરકાંઠા જિલ્લામાં “સહભાગી વ્યવસ્થા મંડળી સાથેનો સંવાદ કાર્યક્રમ” યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં “સહભાગી વ્યવસ્થા મંડળી સાથેનો સંવાદ કાર્યક્રમ” યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ઇડર સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે વન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા "SAGA of JFMC" વિષય પર પુસ્તક લખવા માટે સહભાગી વન વ્યવસ્થા કાર્યક્રમ અંતર્ગત ભુતકાળના પ્રયાસો, અનુભવો અને ઇતિહાસ જાણવાના હેતુસર સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને ગાંધીનગર વન વિભાગની વિભિન્ન સહભાગી વન વ્યવસ્થાના પ્રમુખ/મંત્રી/સભ્યશ્રીઓ તેમજ વન વિભાગમાંથી સેવા આપીને નિવૃત્ત થયેલ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવાદ કાર્યક્રમમાં વન વિભાગના નિવૃત્ત અધિકારીશ્રીઓ/કર્મચારીઓ દ્ધારા તેઓના નોકરીના સમયગાળા દરમ્યાન સહભાગી વન વ્યવસ્થા મંડળીઓમાં કરાવેલ કામગીરી બાબતે તેઓના અનુભવોની જાણકારી આપેલ. તેમજ તેઓએ સહભાગી વન વ્યવસ્થા મંડળી માટે આપેલ ખાસ યોગદાનની વિગતો પણ મેળવવામાં આવી. તેમજ આમંત્રિત વન સમિતિના પ્રતિનિધિઓ પાસેથી તેઓના પ્રતિભાવો મેળવવામાં આવ્યા જેવા કે ગામલ...
સાબરકાંઠા જિલ્લાના ઇડર માં આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ માં આવેલ નર્સિંગ કોલેજ ના એક વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સાબરકાંઠા જિલ્લાના ઇડર માં આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ માં આવેલ નર્સિંગ કોલેજ ના એક વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ઇડર      સાબરકાંઠા જિલ્લાના ઇડર હિંમતનગર હાઇવે ઉપર આવેલ આત્મવલ્લભ હોસ્પિટલમા વડાલી ના આઝાદ ચોકમાં રહેતા રાજેશભાઈ ભાવસારનો પુત્ર પ્રથમ આત્મવલ્લભ હોસ્પિટલમા આવેલ નર્સિંગ માં અભ્યાસ અર્થે વડાલી થી ઇડર અપડાઉન કરતો હતો તેને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે વિગત એવી છે કે વડાલી ના રાજેશભાઈ ભાવસાર નો દીકરો પ્રથમ ઉ.વર્ષ.આશરે 22 મંગળવારે સવારે 9 વાગે આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે ચાલતી નર્સિંગ કોલેજ માં અભ્યાસ અર્થે આવ્યો હતો ત્યારે પિરિયડ પૂરો થયા પછી તેના મિત્રોને પ્રથમે વોમિટ થાય છે હું પાણી પી ને ફ્રેશ થઈ ને આવું છું તેમ કહી ગયો હતો પણ સમય લાગતા મિત્રોએ હોસ્ટેલ રૂમમાં બોલાવવા જતા રૂમ બંધ હતો જેથી વિદ્યાર્થીઓ એ રૂમ નો દરવાજો તોડી જોતા રૂમ માં આવેલ પંખા સાથે ચાદર બાંધીને પ્રથમ લટકી ગયો હતો વિદ્યાર્થીઓ તેને બચાવવા માટે પંખા નીચે ઉતારી ને સંચાલકો ને બોલાવી ઇડર ની એ...
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે સમીક્ષા બેઠક યોજી જામનગરની આરોગ્ય વિષયક સેવાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે સમીક્ષા બેઠક યોજી જામનગરની આરોગ્ય વિષયક સેવાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર      રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશભાઈ પટેલે જામનગરની શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે જામનગર જીલ્લાના પ્રભારી મંત્રી અને કેબીનેટમંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ અને ગુરુ ગોવિંદસિંધ હોસ્પીટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.  આ બેઠકમાં મંત્રીએ હોસ્પીટલના વિવિધ વિભાગો, પથારીઓની સંખ્યા, માનવબળ, મહેકમ, હોસ્પિટલની સિદ્ધિઓ, એકેડેમીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિક્યુરિટી / સેફ્ટી, સાધનો, વિવિધ પ્રોગ્રામો, દવાઓની વિગત, સુપર સ્પેશિયાલિટી સેવાઓ, બિલ્ડીંગની વિગતો જેમાં ઓપેડી બિલ્ડીંગ, ૨૦૦બેડ બિલ્ડીંગ, ટ્રોમા બિલ્ડીંગ, ૭૦૦બેડ બિલ્ડીંગ, સર્જરી, ગાયનેક, આઈ.સી.યુ. અને અન્ય આરોગ્ય વિષયક સેવાઓ અંગે વિગતો મેળવી હોસ્પિટલની સેવાઓમાં સુધારો લાવવા માટે આવશ્યક કામગીરી માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. તથા જામનગર જીલ્લા...
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જામનગરની જી.જી. હોસ્પીટલની મુલાકાત લીધી

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જામનગરની જી.જી. હોસ્પીટલની મુલાકાત લીધી

Health
હિન્દ ટીવી -ગુજરાતી, જામનગર    ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પીટલની મુલાકાત લીધી હતી. તેઓએ જીજી હોસ્પિટલ ખાતેના ટ્રોમા વોર્ડ, ૨૦૦ બેડ હોસ્પિટલ, શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ, ૭૦૦ બેડની હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય વિષયક સુવિધાઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓ સાથે મંત્રીએ સંવાદ કર્યો હતો.  આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, તેમણે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને અહીં અપાતી આરોગ્ય સુવિધાઓ, સારવારની ગુણવતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ઇક્વિપમેન્ટ, દવાઓનો જથ્થો, રાજ્ય અને ભારત સરકારના હેલ્થ પ્રોગ્રામ, આગામી સમયમાં પ્રગતિમાં આવનાર વિકાસ કામો અને પાયાની તમામ બાબતોની સમીક્ષા કરી છે.  નાગરિકોની કોઈ ફરિયાદ હોય તો દૂર થાય, હોસ્પિટલમ...
પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ     કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૦૨૬ જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં પ્રભારી મંત્રીએ બાકી કામો તથા નવા આયોજનના કામોને સમયમર્યાદામાં ગુણવત્તાયુકત તેમજ સ્થાનિક પદાધિકારી તથા ધારાસભ્યો સાથે સંકલન સાધીને પૂર્ણ કરવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે સંકલન તથા સમતોલ વિકાસ કરવા તેમજ છેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ આપવા સૂચન કર્યું હતું.  આ બેઠકમાં ૨૦૨૨-૨૩ વર્ષ થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીના મંજૂર થયેલા, શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ના દરખાસ્તમાં મુકાયેલી જોગવાઈના કુલ રૂ.૧૩૪૫ લાખના કુલ- ૫૩૯ વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.      જેમાં ગુજરાત રાજ્ય સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીન...
પ્રભારીમંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

પ્રભારીમંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ      સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી તથા પ્રભારીમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.  બેઠકમાં ધારાસભ્યોના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરીની પ્રભારીમંત્રીએ સમીક્ષા કરી હતી. કચ્છમાં ભુકંપ સંલગ્ન રજૂ થયેલા તમામ વણઉકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે રાજય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.  આજની બેઠકમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ મનરેગા, નર્મદા કેનાલને લગતા પ્રશ્નો, ગૌચર, બિસ્માર રોડ, તળાવ સુધારણા, બિસ્માર શાળાના મકાન, શાળામાં નવા ઓરડાની જરૂરીયાત, લો-વોલ્ટેજ સમસ્યા, સ્ટોરેજ ટેન્કના કામ, પીવાના પાણી, પેચવર્ક, તથા નાંદા રણમાં બનેલા રોડની ફરતે સંરક્ષણ દીવાલ બનાવવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ દબાણ, પા...
નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ

નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની નવી સિરિઝ GJ 23-CJ- ૦૦૦૧ થી ૯૯૯૯ છે. પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલિકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે.  તા.૨૫/૦૪/૨૦૨૫ ના ૧૬- ૦૦ કલાક થી તા.૨૭/૦૪/૨૦૨૫ ના ૧૬- ૦૦ કલાક સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. તા.૨૭/૦૪/૨૦૨૫ ના ૧૬- ૦૦ કલાક થી તા.૨૯/૦૪/૨૦૨૫ ના ૧૬- ૦૦ કલાક સુધી સમય AUCTION નું Bidding કરવાનું રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે.  જે અરજદારે ખરીદી સમયથી સાત (૭) દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે, તેવા જ ...
પેટલાદની એસ.એસ.હોસ્પિટલને લક્ષ્ય પ્રોગ્રામ અંતર્ગત ક્વોલીટી અંગેનું મળેલ રાષ્ટ્રીય સર્ટીફીકેટ

પેટલાદની એસ.એસ.હોસ્પિટલને લક્ષ્ય પ્રોગ્રામ અંતર્ગત ક્વોલીટી અંગેનું મળેલ રાષ્ટ્રીય સર્ટીફીકેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,  આણંદ   રાજયના નાગરિકોને ગુણવતા સભર સેવા મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત કાર્યરત છે. જે અંતર્ગત આણંદ જિલ્લાની પેટલાદ તાલુકાની એસ.એસ.હોસ્પિટલ જિલ્લામાં આરોગ્ય અંગેની સેવાઓ પુરી પાડવામાં અગ્રેસર છે. દિવસેને દિવસે આરોગ્ય સેવાઓ વધારેને વધારે સુદ્રઢ બને તે માટે એસ.એસ.હોસ્પિટલ હંમેશા તત્પર છે.  ભારત સરકાર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓમાં સુધારો કરવા માટે લક્ષ્ય પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે. જેમા અત્રેની હોસ્પિટલ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો. જેમા સરકાર દ્વારા નિયુક્ત કરેલ ટીમ દ્વારા અત્રેના હોસ્પિટલ ખાતે લક્ષ્ય પ્રોગ્રામ અંતર્ગત ક્વોલીટી અંગેનો એસેસ્મેન્ટ તા. ૨૨ થી ૨૫ માર્ચના રોજ કરવામાં આવેલ હતો. જેમાં અત્રેની હોસ્પિટલને રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલીટી અંગેનો સર્ટીફીકેટ મળેલ છે જે એક અનન્ય સિધ્ધિ છે....