Sunday, February 15News That Matters

Author: Admin Admin

વેરાવળ પંચાયત રાજકોટ જિલ્લામાં અવ્વલ

વેરાવળ પંચાયત રાજકોટ જિલ્લામાં અવ્વલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ     રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામમાં રહેતા કારખાનાના શ્રમિક વિજયભાઈ વાઘેલાને આવકનો દાખવો કઢાવવો છે. દિવસે કારખાનાનું કામ હોય, જો બીજા કોઈ ગામમાં રહેતા હોત તો કપાત પગારે રજા પાડી, દાખલા માટે દિવસે દોડાદોડી કરવી પડી હોત. પરંતુ તેમને ખબર છે કે, વેરાવળ ગ્રામ પંચાયત નાગરિકોની સેવા માટે દરરોજ રાતે મોડે સુધી ખુલ્લી રહે છે. આથી તેમને નિરાંત છે અને કપાત પગારે રજા પાડવાની જરૂર નથી. રાતે તે જમીને આરામથી પંચાયત કચેરી જાય છે. સ્ટાફ સહર્ષ દાખલો કાઢી આપે છે અને તલાટીની સહી પછી, રાતે સાડા આઠ વાગ્યે તેને આવકનું પ્રમાણપત્ર મળી જાય છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયત કે સરકારી કચેરીનો સમય સવારે ૧૦.૩૦થી સાંજ ૬.૧૦નો હોય છે. પરંતુ વેરાવળ ગ્રામ પંચાયત નાગરિકોની સેવા માટે દિવસે રોજિંદા સમયની સાથે રાતે ૧૦ કે ૧૦.૩૦ સુધી ચાલુ રહે છે. આથી ગામમાં રહેતા કામદારો, ખેડૂતો, ...
ગુજરાતની અસ્મિતા સમાન સિંહની વસ્તી ગણતરી અને વન્યજીવોના સંરક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવતી વન અને પર્યાવરણ વિભાગની વિશેષ પુસ્તિકાનું વિમોચન

ગુજરાતની અસ્મિતા સમાન સિંહની વસ્તી ગણતરી અને વન્યજીવોના સંરક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવતી વન અને પર્યાવરણ વિભાગની વિશેષ પુસ્તિકાનું વિમોચન

Gujarat
શું તમે જાણો છો?  સિંહ વસ્તી ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? વન વિભાગ દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી ડેટા એકત્રીકરણ માટેની પ્રક્રિયા ખરેખર જાણવા લાયક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગાંધીનગરથી જાહેરાત હિન્દ ન્યુઝ, ગાંધીનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાકીય માહિતીની રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતેથી જાહેરાત કરતાં ગુજરાતમાં સિંહોની વસ્તી વધીને 891 જેટલી થઈ હોવાનું ગૌરવ સાથે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતની અસ્મિતા સમાન સિંહની વસ્તી ગણતરી અને વન્યજીવોના સંરક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવતી વન અને પર્યાવરણ વિભાગની વિશેષ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે પોતાના સંબોધનમાં માનનીય વડા...
ભાવનગર ખાતે કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 સેવાની જિલ્લા લેવલ કો-ઓર્ડીનેશન કમિટીની રિવ્યું બેઠક યોજાઇ

ભાવનગર ખાતે કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 સેવાની જિલ્લા લેવલ કો-ઓર્ડીનેશન કમિટીની રિવ્યું બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર       ભાવનગર કલેકટર કચેરી ખાતે કલેકટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને દશ ગામ દીઠ એેક ફરતા દવાખાના પ્રોજેક્ટ હેઠળ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 અને કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટર્નરી યુનિટ (એમ.વી.યુ.) 1962 સેવાની જિલ્લા લેવલ કો-ઓર્ડીનેશન કમિટીની રિવ્યું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સંજયભાઈ ઢોલાએ કમિટીના અધ્યક્ષ અને કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ સહિતના દરેક સભ્યોને આવકારીને મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી.  પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર દ્વારા ૧૯૬૨ સેવામાં ભાવનગર જિલ્લામાં અલગ અલગ પેરામીટર સાથે કલેક્ટરશ્રી સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પશુઓને તાત્કાલિક સારવાર આપવા માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા મહાનગરપાલિકાની હદમાં અને ભાવનગર જિલ્લાના ૪૧૪ ગામો જે આ પ્રોજેક્ટમાં સમાવેશ થયો છે. તે દરેક ગ...
પાલીતાણા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

પાલીતાણા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર        પાલીતાણા તાલુકામાં દેદરડા-૩૫, ચોંડા-૫૧, મોટી પાણીયાળી-૯૯, બહાદુરગરઢ-૬૯, ભુતડીયા-૧૦૫, મોટી પાણીયાળી (વાડી) -૧૧૩, સીટી-તળાવ વિસ્તાર- ૬/૧૪ જેવી શાળાઓ ખાતે પી.એમ.પૌષણ યોજના (મ.ભો.યો.) ચલાવવા માટે સંચાલકોની ભરતી કરવા સારૂ ઓછામાં ઓછું ધોરણ-૧૦ (દસ) પાસ તથા ઉંમર ૨૦ થી ૬૦ વર્ષ વચ્ચેની હોય તેવા ઇચ્છુક ઉમેદવારોએ તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીમાં અરજીઓ જમા કરવાની રહેશે. વિધવા, નિરાધાર મહિલાઓ, ત્યક્તાને નિમણૂક માટે અગ્રતા આપવામાં આવશે. અરજી ફોર્મ મધ્યાહન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી, પાલીતાણા ખાતેથી મેળવી લેવાનું રહેશે તેમ મામલતદાર પાલીતાણાની યાદીમાં જણાવાયું છે....
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નો વિધર્મી યુવાન ચોટીલાની હિન્દુ યુવતીને ‘લવ જેહાદ’ માં ફસાવી ભગાડી જતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નો વિધર્મી યુવાન ચોટીલાની હિન્દુ યુવતીને ‘લવ જેહાદ’ માં ફસાવી ભગાડી જતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ચોટીલા          સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામે રહેતો અકીલ થીમ નામનો યુવાન ચોટીલા ખાતે રહેતી યુવતીને ગત થોડા દિવસ અગાઉ લવ જેહાદ નાં ઇરાદે ભગાડી જતા ગત તારીખ 13-05-2025 ના રોજ યુવતીના પરિવારજનો દ્વારા હિન્દુ સંગઠનો સાથે સુરેન્દ્રનગર ડી.એસ.પી. ને યુવતીને પરત મેળવવા અને આ જેહાદી યુવક અકીલ થીમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી હતી.         ચોટીલાના યુવતીના પરિવાર દ્વારા વઢવાણનો આ વિધર્મી યુવાન અકીલ થીમ તેઓની દીકરીને, સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લેવાના અને લવ જેહાદ ના ઇરાદે ભગાડી ગયો હોવાનું અને પરિવાર દ્વારા યુવતી તેઓના ઘરેથી રોકડા 1.25 લાખ રોકડા તેમજ સોનાની 2 ચેન લઈ ગઇ હોવાનું અને યુવતીના બેંક ખાતામાં રહેલ રોકડ રૂપિયા 70,000 પણ ઉપાડી લીધા હોવાની ફરિયાદમાં જણાવેલ છે.      ચોટીલાની યુવતી ને વઢવાણનો વિધર્મી અકીલ થીમ દ્વારા ભગાડી જવાના મુદ્...
જામનગર જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવી લેવા તથા દરિયામાં ન જવા સૂચના

જામનગર જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવી લેવા તથા દરિયામાં ન જવા સૂચના

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર     દેશમાં તાજેતરમાં પ્રવર્તતી પરીસ્થિતીને ધ્યાને લેતાં નજીકના સમયગાળામાં દેશ વિરોધી તત્વો દ્વારા દરિયાઈ માર્ગ મારફત કે વિસ્તારોમાં દેશદ્રોહી પ્રવૃતિની સંભાવના રહેલ હોય, માછીમારો તથા માછીમારી બોટોની સલામતી હેતુસર માછીમારી બોટોને દરીયામાં માછીમારી કરવા જવા માટેના ટોકન ઇસ્યુ કરવાનુ બંધ કરવામાં આવ્યું છે. તથા દરીયામાં રહેલ તમામ બોટોને તાત્કાલીક અસરથી પરત ફરવા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.  જેને લઈને જામનગર મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા જામનગર જિલ્લાના બોટ માલીકોને પરીસ્થીતીને ધ્યાને લઇ દરીયામાં રહેલ તમામ બોટોને તાત્કાલીક અસરથી પરત બેલાવી લેવા તથા ટોકન બંધ કરવામાં આવેલ હોવાથી કોઇપણ માછીમારી બોટોએ દરીયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. માછીમારોએ કોઇ શંકાશીલ કે ગેરકાનુની પ્રવૃત્તિ કરતા વ્યક્તિ અથવા રાષ્ટ્રિય સુરક્ષા વિરોધી કોઇપણ કાર્ય કરતા જણાય ક...
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ રક્તદાન કરી અન્ય માટે ઉદાહરણ પ્રસ્તુત કર્યું

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ રક્તદાન કરી અન્ય માટે ઉદાહરણ પ્રસ્તુત કર્યું

Health
હિન્દ  ટીવી- ગુજરાતી, ગીર સોમનાથ     પ્રવર્તમાન પરિસ્થિતિમાં જો રક્તની જરૂરિયાત ઉભી થાય તો સામાન્ય નાગરિકો સહિત કોઈને પણ મુશ્કેલી ન ભોગવવી પડે તેવા શુભ હેતુસર ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે. માતૃભૂમિનું ઋણ ચૂકવવાના અવસરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરિચા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ, ખેતીવાડી અધિકારી અશોક ચૌધરી તેમજ રેવન્યૂ વિભાગ, ખેતીવાડી, શિક્ષણ વિભાગ સહિત સરકારના અલગ-અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક પોતાની સહભાગીદારી નોંધાવી હતી....
વેરાવળ મણિબહેન કોટક સ્કૂલ ખાતે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ

વેરાવળ મણિબહેન કોટક સ્કૂલ ખાતે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ

Gujarat
'એક રાષ્ટ્ર, એક ભાવના -રક્તદાન' હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શનમાં ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે. આ કેમ્પ થકી આશરે ૧,૫૦૦ જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સ્થિતિમાં જો બ્લડની જરૂરિયાત ઉભી થાય તો કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે આ આયોજન કરાયું છે. રખેને કોઈ કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને સંપૂર્ણ રીતે પહોંચી વળવા સક્ષમ બની શકાય. ૩૨ બેડની વ્યવસ્થા તેમજ મેડિકલ ટીમ્સ થકી સુનિયોજીત વ્યવસ્થામાં નાગરિકો બ્લડ ડોનેટ કરી રહ્યાં છે. આ સમય માતૃભૂમિ માટે ઋણ અદા કરવાનો છે. જેથી અચૂક સ્વૈચ્છિક રક્તદાન કરી સેવાના આ મહાયજ્ઞમાં સહભાગી બનીએ. ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસના પૂર્વ ચેરમે...
વેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો થવાની આગાહી વચ્ચે ખેડૂતોને પાક સલામતી માટે સાવચેતીના પગલા ભરવા અનુરોધ

વેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો થવાની આગાહી વચ્ચે ખેડૂતોને પાક સલામતી માટે સાવચેતીના પગલા ભરવા અનુરોધ

Gujarat
Lહિન્દ ટીવી - ગુજરાતી, ભુજ       હવામાન ખાતાની આગાહીન અનુલક્ષીને તા.૦૯-૦૫-૨૦૨૫ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજયના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી થયેલી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી એક યોજના એટલે “નમો ડ્રોન દીદી યોજના

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી એક યોજના એટલે “નમો ડ્રોન દીદી યોજના

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, રાજકોટ      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આવી જ એક યોજના એટલે "નમો ડ્રોન દીદી યોજના." જેના થકી રાજકોટના નાનાવડા ગામના સોનલબેન પાંભર આજે લખપતિ દીદી બન્યા છે. કોલેજ સુધીનો અભ્યાસ કરનાર ૩૩ વર્ષીય મહિલા ખેડૂત સોનલબેન પડધરી ખાતે સખીમંડળમાં જોડાયા. એક સારો વિચાર પોતાનું અને આસપાસના લોકોનું જીવન સરળ બનાવી શકે તે સોનલબેને સાબિત કરી બતાવ્યું છે. સખીમંડળમાં "નમો ડ્રોન દીદી" યોજના વિશે જાણકારી મળતા સોનલબેનને ખેતીમાં આધુનિક પ્રયોગ કરવાની ઈચ્છા જાગી અને ૧૫ દિવસની તાલીમ મેળવવા ઘરનો ઉંબરો ઓળંગી પૂના પહોંચી ગયા. ઘરનું રસોડું અને બાળકોને સંભાળતા, દાતરડાંથી ખેતરમાં નિંદામણ દૂર કરવા તથા પશુપાલન કરનારા સોનલબેનને પોતાના પતિ નિકુંજભાઈ તેમજ પરિવારનો સહયોગ મળતા ઇફ્કો દ્વારા યોજાતી ૧૫ દિવસીય ડ્રોન પાયલોટ તાલીમ માટે પૂના પહોંચી ત્યાં થિયરી અને પ્રેક્ટીકલ જ્ઞાન મેળવી રીમોટથી ડ્રોન ...