Sunday, February 15News That Matters

જામનગર જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવી લેવા તથા દરિયામાં ન જવા સૂચના

હિન્દ ટીવી – ગુજરાતી, જામનગર

    દેશમાં તાજેતરમાં પ્રવર્તતી પરીસ્થિતીને ધ્યાને લેતાં નજીકના સમયગાળામાં દેશ વિરોધી તત્વો દ્વારા દરિયાઈ માર્ગ મારફત કે વિસ્તારોમાં દેશદ્રોહી પ્રવૃતિની સંભાવના રહેલ હોય, માછીમારો તથા માછીમારી બોટોની સલામતી હેતુસર માછીમારી બોટોને દરીયામાં માછીમારી કરવા જવા માટેના ટોકન ઇસ્યુ કરવાનુ બંધ કરવામાં આવ્યું છે. તથા દરીયામાં રહેલ તમામ બોટોને તાત્કાલીક અસરથી પરત ફરવા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

જેને લઈને જામનગર મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા જામનગર જિલ્લાના બોટ માલીકોને પરીસ્થીતીને ધ્યાને લઇ દરીયામાં રહેલ તમામ બોટોને તાત્કાલીક અસરથી પરત બેલાવી લેવા તથા ટોકન બંધ કરવામાં આવેલ હોવાથી કોઇપણ માછીમારી બોટોએ દરીયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.

માછીમારોએ કોઇ શંકાશીલ કે ગેરકાનુની પ્રવૃત્તિ કરતા વ્યક્તિ અથવા રાષ્ટ્રિય સુરક્ષા વિરોધી કોઇપણ કાર્ય કરતા જણાય કે કોઈ શંકાશીલ બોટ/વસ્તુ/વ્યક્તિની મુવમેન્ટ ધ્યાને આવે તો તાત્કાલીક નજીકના ઇન્ડીયન નેવી/પોલીસ સ્ટેશન/કોસ્ટગાર્ડ/સુરક્ષા એજન્સીને જાણ કરવી.

જિલ્લાના તમામ મત્સ્યકેન્દ્રો પરના માછીમારો, બોટ/ હોડીઓના માલિકો, આગેવાનો, મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ/ એસોશીએશનોના હોદેદારોને ઉપરોકત સૂચનાઓનું ગંભીરતા પૂર્વક પાલન કરવા અંગેની સૂચના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગર દ્વારા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *