Saturday, February 14News That Matters

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ રક્તદાન કરી અન્ય માટે ઉદાહરણ પ્રસ્તુત કર્યું

હિન્દ  ટીવી- ગુજરાતી, ગીર સોમનાથ

    પ્રવર્તમાન પરિસ્થિતિમાં જો રક્તની જરૂરિયાત ઉભી થાય તો સામાન્ય નાગરિકો સહિત કોઈને પણ મુશ્કેલી ન ભોગવવી પડે તેવા શુભ હેતુસર ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે.

માતૃભૂમિનું ઋણ ચૂકવવાના અવસરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરિચા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ, ખેતીવાડી અધિકારી અશોક ચૌધરી તેમજ રેવન્યૂ વિભાગ, ખેતીવાડી, શિક્ષણ વિભાગ સહિત સરકારના અલગ-અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક પોતાની સહભાગીદારી નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *