Sunday, February 15News That Matters

ગુજરાતની અસ્મિતા સમાન સિંહની વસ્તી ગણતરી અને વન્યજીવોના સંરક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવતી વન અને પર્યાવરણ વિભાગની વિશેષ પુસ્તિકાનું વિમોચન

શું તમે જાણો છો? 

સિંહ વસ્તી ગણતરી કઈ રીતે કરવામાં આવે છે?

વન વિભાગ દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી ડેટા એકત્રીકરણ માટેની પ્રક્રિયા ખરેખર જાણવા લાયક છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગાંધીનગરથી જાહેરાત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાકીય માહિતીની રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતેથી જાહેરાત કરતાં ગુજરાતમાં સિંહોની વસ્તી વધીને 891 જેટલી થઈ હોવાનું ગૌરવ સાથે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતની અસ્મિતા સમાન સિંહની વસ્તી ગણતરી અને વન્યજીવોના સંરક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવતી વન અને પર્યાવરણ વિભાગની વિશેષ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે પોતાના સંબોધનમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે કરવામાં આવેલ પ્રયાસોની રૂપરેખા આપી ‘પ્રોજેક્ટ લાયન @ 2047’ને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે 1995થી અત્યાર સુધી થયેલ સિંહોની વસ્તી ગણતરીની આંકડાકીય માહિતી આપવા સાથે રાજ્ય સરકારના સાતત્યપૂર્ણ અભિગમને પરિણામે સિંહોની સંખ્યામાં થયેલ સતત વૃદ્ધિ બદલ રાજ્યની વન વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા તેમજ જનભાગીદારી થકી સિંહોના સંરક્ષણ અને જતન માટે સહિયારા પ્રયાસો માટેની નેમ વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *