હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
ભાવનગર કલેકટર કચેરી ખાતે કલેકટર ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને દશ ગામ દીઠ એેક ફરતા દવાખાના પ્રોજેક્ટ હેઠળ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 અને કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટર્નરી યુનિટ (એમ.વી.યુ.) 1962 સેવાની જિલ્લા લેવલ કો-ઓર્ડીનેશન કમિટીની રિવ્યું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સંજયભાઈ ઢોલાએ કમિટીના અધ્યક્ષ અને કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ સહિતના દરેક સભ્યોને આવકારીને મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી.
પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર દ્વારા ૧૯૬૨ સેવામાં ભાવનગર જિલ્લામાં અલગ અલગ પેરામીટર સાથે કલેક્ટરશ્રી સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પશુઓને તાત્કાલિક સારવાર આપવા માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા મહાનગરપાલિકાની હદમાં અને ભાવનગર જિલ્લાના ૪૧૪ ગામો જે આ પ્રોજેક્ટમાં સમાવેશ થયો છે. તે દરેક ગામમાં તાત્કાલિક સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું. કરુણા અભિયાન દરમ્યાન અબોલ જીવ બચાવવાની કરવામાં આવેલ કામગીરીને કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ બિરદાવી હતી.
કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટર્નરી યુનિટ (એમ.વિ.ડી.) ભાવનગર જિલ્લામાં નવી ૯ કાર્યરત છે. તેની માહિતી પ્રોજેક્ટ કોર્ડીનેટર દ્વારા આપવામાં આવી હતી અને પશુપાલકો અને ખેડૂતોને સારી રીતે સેવા આપી રહ્યા છે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં 1962 ત્રણેય પ્રોજેક્ટની કામગીરીનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ સાથે કમિટી દ્વારા દશ ગામ દીઠ એેક ફરતું દવાખાનુ પ્રોજેક્ટ, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 અને કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટનરી યુનિટ (એમ.વિ.યુ) 1962 સેવા દ્વારા ભાવનગર જિલ્લામાં આપવામાં આવતી સેવાની સરાહના કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નાયબ પશુપાલન નિયામક ડૉ. કલ્પેશ બારૈયા, ડૉ. હિતેશભાઈ ખેર, પ્રોજેક્ટ ઓર્ડીનેટર સંજયકુમાર ઢોલા ઉપસ્થિત રહ્યા હતા.
