અધિક શ્રાવણ અને શ્રાવણમાં ભક્તો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી “21₹ બિલ્વપૂજા સેવા”
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ
અધિક શ્રાવણ અને શ્રાવણ માસમાં શ્રી સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ ને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે. "21₹ બિલ્વ પૂજા સેવા".
અગાઉ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગત મહાશિવરાત્રીના પાવન પર્વ પર ભક્તો માટે આ વિશેષ "21₹ બિલ્વપુજા સેવા" શરૂ કરવામાં આવી હતી. જેમાં માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. 1.40 લાખ થી વધુ ભક્તોએ આ પૂજા નોંધાવી હતી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા.
શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા જણાવતા કેહવાયુ છ...



