હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ખાખરા બીજ વાવેતરની ઝુંબેશ શરૂ થઈ છે. સમન્વય સંઘના સંકલન સાથે ‘ધરતીના છોરું’ અભિયાન અંતર્ગત ગ્રામજનો દાતાઓનો સહયોગ મળ્યો છે.
પર્યાવરણ અને પ્રદૂષણ માટે સર્વત્ર ચિંતા રહેલી છે, ત્યારે બાળકો તેના પ્રાથમિક શિક્ષણ દરમિયાન જ જાગૃત રહે તે માટે સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે મૂકેશ પંડિત દ્વારા ‘ધરતીના છોરું’ અભિયાન ચાલી રહેલ છે.

સમન્વય સંઘ ઈશ્વરિયાના સંકલન સાથે આ વર્ષે ગ્રામજનો દાતાઓનો સહયોગ મળ્યો છે જેમાં ‘ધરતીના છોરું’ અભિયાન અંતર્ગત ખાખરા બીજના વાવેતરની ઝુંબેશ શરૂ થઈ છે.
શાળાના શિક્ષક પ્રકાશભાઈ પંચાલ તથા વિનોદભાઈ બાબરિયાના આયોજનમાં વિદ્યાર્થીઓને પ્રાસંગિક વાત સાથે ખાખરા બીજ વિતરણ કરાયેલ જેનું ખેતર વાડીના શેઢા પર તેમજ ગામના ગોંદરે તેમજ રસ્તા બાજુ વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ બીજ વિતરણ દરમિયાન શિક્ષિકાઓ ભૂમિકાબેન પંચાલ, મનીષાબેન મહેતા તથા દિપ્તીબેન વાઘેલા જોડાયેલા હતા.
