હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર – ભાવનગર ખાતે, ભાવનગર જિલ્લા ઉપરાંત તેના કાર્યક્ષેત્રમાં આવતા જિલ્લા અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના, પોસ્ટ ગ્રેજ્યુએટ, એન્જીનીયર અને ડીપ્લોમા ઈન પોસ્ટ ગ્રેજ્યુએટ (M.A, M.COM, M.SC, M.CA, M.B.A, M.S.W, B.PHAR, M.PHAR, B.E ENGNIEER, POST GRAUTE IN DIPLOM) લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તક ,વ્યવસાય માર્ગદર્શન, ભરતીમેળા વિષયક માહિતી મળી રહે તે સારૂ તેવોની નામ નોંધણી યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિ. કેમ્પસ, ભાવનગર ખાતે કરવામાં આવે છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકેલ અનુંબધમ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in) પર આપ જાતે રજીસ્ટ્રેશન કરી શકો છો. અને પોસ્ટ કરેલ વેકન્સી સામે ઓનલાઈન એપ્લાઈ કરી શકો છો. આથી તમોને જો આપની લાયકાત અનુસ્નાતક કક્ષાની કે તેની સમકક્ષ ધરાવતા હોય તો તુરંત અનુંબધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી લેવા સુચન કરવામાં આવે છે. આપ જો સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના વતની હોય તો તે જિલ્લાની રોજગાર કચેરી ખાતે તમારા જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. વધુમાં આ અગે કોઈ માર્ગદર્શનની જરૂર જણાય તો ૦૨૭૮-૨૪૨૫૫૩૧ પર સંપર્ક કરી શકાશે.
જેના માટે જરૂરી ડોક્યુમેન્ટસ (ઝેરોક્ષ નકલ) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(એલ.સી), જાતીનો દાખલો (લાગુ પડતુ હોય તો), શૈક્ષણિક લાયકાત મુજબ પ્રમાણપત્રો (એન્જીનિયરીગ, ડીગ્રી સર્ટીફિકેટ) પાસપોર્ટ સાઈઝના ૧ ફોટો, મોબાઈલ નંબર,ઈ-મેલ આઈ.ડી, દિવ્યાંગ ઉમેદવારોએ સિવીલ સર્જનનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ સાથે રાખવાના રહેશે.
ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી
