Tuesday, February 17News That Matters

ગીર સોમનાથમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત હાથ ધરાશે “સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ – ૨૦૨૩”

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

      ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા વિભાગ, જળ શક્તિ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩ તા.૧૫ જુલાઇ ૨૦૨૩ થી તા.૨૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ચાલશે. જેનો મુખ્ય હેતુ નાગરીકોની સામુહિક ભાગીદારી સુનિશ્ચિત કરવી, સ્વચ્છતાને આધારે જિલ્લાઓ, રાજ્યો અને ગામોને ક્રમ આપવો, ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનની કામગીરીનું મુલ્યાંકન કરવું, નાગરીકો પાસેથી પ્રતિસાદ મેળવવા અંગેનો છે.

            ભારત સરકાર દ્વારા નિયુક્ત કેન્દ્રીય એજન્સી મારફતે ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા તાલુકાના રેન્ડમ પસંદ કરેલ ૨૬ જેટલા ગામોમાં સ્વચ્છ ભારત મિશનની કામગીરીનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે. ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩ અંતર્ગત કુલ ૧૧૦૦ ગુણ માંથી એજન્સી દ્વારા રેંડમલી પસંદ કરવામાં આવનાર ગામમાં નિયત પેરામીટર પ્રમાણે મુલ્યાંકન કરવામાં આવશે. જેમાં સર્વિસ લેવલ પ્રગતિના ૫૦૦ ગુણ, પ્રત્યક્ષ નિરીક્ષણના ૫૦૦ ગુણ અને જિલ્લા અને તાલુકા કક્ષાની બનેલ અસ્કયામતોના ૧૦૦ ગુણ એમ કુલ ૧૧૦૦ ગુણ માંથી મુલ્યાંકન કરવામાં આવશે.

પ્રત્યક્ષ નિરીક્ષણના ભાગ રૂપે પસંદ થયેલ ગામના રેન્ડમ પસંદ કરેલ ૧૫ કુટુંબોની સ્થળ મુલાકાત કરી પ્રશ્નોતરી દ્વારા, ગામમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન હેઠળ ઉપલબ્ધ સુવિધાઓ અને તેના ઉપયોગ તેમજ દેખીતી સ્વચ્છતા અંગે ચકાસણી કરી સરપંચ અને તલાટી મંત્રીને પ્રશ્નોતરી દ્વારા, ગામમાં આવેલ જાહેર સ્થળો જેવા કે, ગ્રામ પંચાયત, શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, હાટ-બજાર, ધાર્મિક સ્થળો વગેરેની મુલાકાત કરી સ્વચ્છતાની કામગીરી અંગે અભિપ્રાયો મેળવી મુલ્યાંકન કરશે. ઉચ્ચ ગુણાંક મેળવેલ ગામો, જિલ્લા અને રાજ્યને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *