Tuesday, February 17News That Matters

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 18 થી 23 જુલાઈના રોજ “મોન્સુન ફેસ્ટિવલ” યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 18 થી 23 જુલાઈના રોજ “મોન્સુન ફેસ્ટિવલ” યોજાશે. ‘રેસિડેન્શિયલ સાયન્સ સમર કેમ્પ’ની ભવ્ય સફળતા બાદ રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર લઇને આવી રહ્યું છે વરસાદી માહોલમાં “મોન્સુન ફેસ્ટિવલ”. જેમાં સ્કૂલ ગ્રુપ તથા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી કાર્યક્રમમાં ભાગ લઇ શકશે.

વિજ્ઞાનનાં પ્રચાર પ્રસાર માટે ‘રેસિડેન્શિયલ સાયન્સ સમર કેમ્પ’ ના આયોજન દ્વારા વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવ્યું હતું. બાળકો અને માતા-પિતાના અભૂતપૂર્વ પ્રતિસાદ અને તેમાં કરાવવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓથી જે બાળકોના જ્ઞાનમાં વધારો થયો તેના પરિણામોના સંદર્ભમાં RSC ભાવનગર દ્વારા એક વિશેષ કાર્યક્રમ “મોન્સુન ફેસ્ટિવલ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ દ્વારા ચોમાસાની પાછળના વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને તેના વિવિધ પાસાઓ બાબતે વિદ્યાર્થીઓને જાગૃત કરવા અને સમજાવવામાં આવશે.

આ કાર્યક્રમ ના આયોજન દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ પ્રવુતિઓ કરાવવામાં આવશે. જેમ કે, ઘરે બેઠા વરસાદ માપતા શીખો, વાદળ કેવી રીતે બને છે?, વાવાઝોડું કેવી રીતે બને છે?, વરસાદમાં જોવા મળતા જીવજંતુ અને તેના માનવ પર પડતા પ્રભાવ, આસપાસની વનસ્પતિની સમજણ, દરિયામાં વપરાતા વિભિન્ન ઉપકરણ, શો યોર ટેલેન્ટ – ચિત્ર સ્પર્ધા, આઉટડોર ગેમ્સ, રોબોટિક્સ વર્કશોપ વગેરે અંગે માહિતી મળશે જેમાં રજિસ્ટ્રેશન કરાવવા 9586100600 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

ગુજરાત બ્યુરોચીફ : ડો. હકીમ ઝવેરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *