Tuesday, September 8News That Matters

Gujarat

ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા

ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ       પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને શ્રાવણના અંતિમ સોમવારે ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ પધાર્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લેહરી ટ્રસ્ટના વી.આઇ.પી અતિથિ ગૃહ ખાતે રાજ્યપાલ નું સ્વાગત કર્યું હતું. મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતા. સાથેજ તેઓ એ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી હતી. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદ કીટ રાજ્યપાલ ને ભેટ આપવામાં આવ્યા હતા....
ભાવનગર ગ્રામ્યમાં પોષણ માસ- ૨૦૨૩ અંતર્ગત માલણકા ગામે મંગળદિવસ સુપોષણ સવાંદની ઉજવણી કરાઇ

ભાવનગર ગ્રામ્યમાં પોષણ માસ- ૨૦૨૩ અંતર્ગત માલણકા ગામે મંગળદિવસ સુપોષણ સવાંદની ઉજવણી કરાઇ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર ભાવનગર ગ્રામ્યમાં પોષણ માસ- ૨૦૨૩ અંતર્ગત માલણકા ગામે મંગળદિવસ સુપોષણ સવાંદની ઉજવણીમાં ૪ પ્રથમ સગર્ભાની શ્રીમંત વિધિ કરવામાં આવી હતી તેમજ કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે કૃષ્ણ જન્મ ઉજવણી ઉત્હાસભેર કરવામાં આવેલ હતી. જેમાં પ્રોગામ ઓફિસર ભાવનગર, સી.ડી.પી.ઓ. ભાવનગર ગ્રામ્ય અને આઈ.સી.ડી.એસ સ્ટાફ ભાવનગર ગ્રામ્ય આંગણવાડી કાર્યકર તેડાગર અને તેમજ માલણકા ગામનાં આંગણવાડી કેન્દ્રોનાં લાભાર્થીઓ સગર્ભા ધાત્રી તેમજ અન્ય મહિલાઓ બહોળા પ્રમાણમાં હાજર રહ્યાં હતાં અને પ્રોગામ ઓફિસર દ્વારા પોષણ માસ અનુરૂપ આંગણવાડીને લગતી યોજનાઓની માહિતી આપેલ અને પોષણ માસની શપથ પણ બધા પાસે લેવડાવવામાં આવી હતી....
વોર્ડ નં ૩ની કુલ ૩૧ આંગણવાડી કેન્દ્રો ખાતે ઓમ નમ: સેવા ફાઉન્ડેશન અને આઈ.સી.ડી.એસ.વિભાગના સયુંકત ઉપક્રમે આરોગ્ય કેમ્પ યોજાયો

વોર્ડ નં ૩ની કુલ ૩૧ આંગણવાડી કેન્દ્રો ખાતે ઓમ નમ: સેવા ફાઉન્ડેશન અને આઈ.સી.ડી.એસ.વિભાગના સયુંકત ઉપક્રમે આરોગ્ય કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, રાજકોટ     ગુજરાત સરકાર દ્વારા કુપોષણ બાળકમાંથી “સુપોષણ યુક્ત બાળક”ની સિદ્ધિઓ હાંસલ કરવા વિવિધ યોજનાઓ અને લાભો આંગણવાડીના માધ્યમથી પહોંચાડવામાં આવે છે. વર્ષનો સપ્ટેમ્બર માસ એટલે પોષણ માસ. પોષણ માસ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં ૩ની કુલ ૩૧ આંગણવાડી કેન્દ્રો ખાતે ઓમ નમ: સેવા ફાઉન્ડેશન અને આઈ.સી.ડી.એસ.વિભાગના સયુંકત ઉપક્રમે તા. ૦૩-૦૯-૨૦૨૩ના રોજ આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલ.         વોર્ડ નં ૩ના કુલ ૩૧ આંગણવાડી કેન્દ્રોના ૬૨ અતિ કુપોષિત બાળકો અને ૪૦૦થી વધુ સામાન્ય વજન અને મધ્ય કુપોષિત વજન ધરાવતા બાળકોના પોષણ સ્તરની ચકાસણી કરવામાં આવેલ હતી. આ સમગ્ર તપાસ આરોગ્ય વિભાગની RBSK ટીમ દ્વારા કરવામાં આવેલ હતી. બાળકોની આરોગ્ય ચકાસણી કર્યા બાદ ઓમ નમ: સેવા ફાઉન્ડેશન દ્વારા બાળકોને પ્રોટીન પાઉડર અને પોષણ આહાર આપવામાં આવેલ હતો તેમજ પ્રોટિન ડ્રિન્ક ફ્રુટ આપવામાં આવેલ હતુ. બાળકો...
ઑગસ્ટ ૨૦૨૩ના માસમાં ૭ દેશના કુલ ૨૫ વિદેશી મુલાકાતીઓ સહિત ૫૭૩૬ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી

ઑગસ્ટ ૨૦૨૩ના માસમાં ૭ દેશના કુલ ૨૫ વિદેશી મુલાકાતીઓ સહિત ૫૭૩૬ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, રાજકોટ       મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. ઑગસ્ટ ૨૦૨૩માં ૫૭૩૬ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૨૩ સ્કુલના ૨૨૮૪ બાળકોનો પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૭૩,૩૪૦ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.   ઉપરાંત ઑગસ્ટ ૨૦૨૩નાં માસમાં ૧૫ ઑગસ્ટ ૨૦૨૩નાં રોજ સ્વાતંત્ર્ય દિન નિમીતે નાગરિકો માટે પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યો હતો. જેનો ૧૧૭૦ નાગરિકોએ લાભ લીધો હતો.  ...

ભાવનગર ખાતે શિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭/૦૯/૨૦૨૩ના રોજ યોજાશે

Gujarat
હિન્દ ન્યુઝ, ભાવનગર       શિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭/૦૯/૨૦૨૩ને બુધવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, શિહોર ખાતે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોની લેખીત રજુઆત અરજદારએ તા.૧૧/૦૯/૨૦૨૩ સુધીમાં મામલતદાર કચેરી, શિહોર ખાતે મોકલી આપવાની રહેશે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ પણ અરજદારે ગ્રામ્ય કક્ષાએ પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયો ન હોય તો જ અરજી કરી શકાશે. તાલુકા કક્ષાએ પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયેલ ન હોય તો અરજી કરી શકશે. આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્રો ગ્રામ્ય અને તાલુકાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો...
ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકને આધાર કાર્ડ કાઢી આપવા તંત્ર તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યુ

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકને આધાર કાર્ડ કાઢી આપવા તંત્ર તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યુ

Gujarat
સરકારની સંવેદનશીલતાનું વધુ એક ઉદાહરણ હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર      ભાવનગર જિલ્લાના સાંઢીડા ગામના ચાર વર્ષના બાળકને હૃદય પર સોજો આવી જતા આયુષ્માન કાર્ડ કઢાવવા માટે આધારકાર્ડની જરૂરિયાત ઉભી થઇ હતી. જેથીતેમણે જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. વિભાગનો સંપર્ક કરતા અડધી કલાકમાં જ ટીમ સર ટી. હોસ્પિટલ ખાતે પહોંચીને આધારકાર્ડ કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. આમ સરકારની સંવેદનશીલતાનું વધુ એક ઉદાહરણ યથાર્થ થયું હતું. ભાવનગર જિલ્લાના સાંઢીડા ગામના વતની અનિલ અશોકભાઇ ચૌહાણના ૪ વર્ષ પુત્રને હ્રદયમાં સોજો આવી જતા તેને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને તાત્કાલિક વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતેની યુ.એન.મહેતા હોસ્પિટલ રિફર કરવાની જરુરિયાત ઉભી થઇ હતી. જો કે આ સારવાર માટે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરવો પડે તેમ હતો પરંતુ બાળકનું આધાર કાર્ડ ન હોવાનું માલૂમ થયું હતું. જેથી તાત્કાલિક આધારકાર્ડની જર...

ભાવનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ પદાધિકારીઓ- અધિકારીઓ સાથે બેઠક કરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર       ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ આજે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં મંત્રી એ વિવિધ બાબતોની સમીક્ષા કરી હતી. બેઠકમાં સાંસદ ડો. ભારતીબહેન શિયાળ, મેયર કીર્તિબાળા દાણીધારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્ય સર્વ સેજલબહેન પંડ્યા, ગૌતમભાઇ ચૌહાણ, શિવાભાઇ ગોહિલ, ભીખાભાઇ બારૈયા, ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડૌ. પ્રશાંત જિલોવા, મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, આગેવાન આર. સી. મકવાણા અને આગેવાન અભયસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં...

ભાવનગરમાં નવી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનું ખાતમુહૂર્ત કરતા ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઇ સંઘવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  ભાવનગર શહેરના નારી ખાતે નવી બનનારી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનું ખાતમુહૂર્ત આજે ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આશરે રૂ.૮૩૨.૭૦ લાખના ખર્ચે તૈયાર થનારાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવીન સંકુલની ભાવનગરની જનતાને ભેટ મળશે. આ કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે જન સેવા કેન્દ્ર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર મોટર વિહિકલ, પી.આર.ઓ. રૂમ, સ્માર્ટ કાર્ડ રૂમ, સ્ટાફ રૂમ, વેઇટિંગ એરિયા, ટોઇલેટ બ્લોક, લિફ્ટ, પેસેજ અને ઓપન સર્ક્યુલેશન એરિયા. જ્યારે પ્રથમ માળ ખાતે આર.ટી.ઓ. ઓફિસર, એ આર.ટી.ઓ., પી.આર.ઓ., મામલતદાર/ એડ.ઓફિસર, સ્માર્ટ ઓપ્ટિકલ કાર્ડ રૂમ, રેકર્ડ/સ્ટોર રૂમ નિર્માણ પામશે. કચેરીના ગ્રાઉન્ડ પરની સુવિધાઓમાં વ્યૂ ટાવર, ટુ - વ્હીલર વાહનો માટે ટેસ્ટિંગ ટ્રેક, ફોર - વ્હીલર વાહનો માટે ટેસ્ટિંગ ટ્રેક, પ...

સોમનાથ મહાદેવને ચંદ્રદર્શન શૃંગાર કરવામાં આવ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ પ્રભાસક્ષેત્રમાં ચંદ્રદેવે કરેલા 10 કરોડથી વધુ મહામૃત્યુંજય મંત્રથી મહાદેવને પ્રસન્ન કરેલ ત્યારે ચંદ્રને ભગવાન શિવે મસ્તક પર ધારણ કરી સોમેશ્વર સ્વરૂપે બિરાજમાન થયેલ ચંદ્રયાન-3 ની પ્રતિકૃતી ભક્તોમાં આકર્ષણ બન્યું         ચંદ્રદેવ ક્ષયરોગમાંથી પીડા મુક્ત કરી, ચંદ્રકલા પ્રાપ્ત કરી ચંદ્રદેવ ને શિવ ભગવાને તેજ પ્રદાન કર્યુ, આ પવિત્ર સ્થાન પર દેવતાઓ અને ચંદ્રદેવની પ્રાર્થનાથી ભગવાન ચંદ્રના દેવ સોમેશ્વર સ્વરૂપે બિરાજમાન થયા, આજે શ્રાવણી પુર્ણીમા ના પવિત્ર દિવસે ચંદ્ર દર્શન શૃંગાર કરવામાં આવેલ, જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા, સાથે જ ચંદ્રયાન-3 ની પ્રતિકૃતિ પણ રાખવામાં આવેલી જે ભક્તોનુ આકર્ષણ નું કેન્દ્ર બની હતી.  ...

શ્રાવણ શુક્લ ચતુર્દશી પર સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો તલનો શૃંગાર

Gujarat
હિન્દ ન્યુઝ, સોમનાથ       પવિત્ર શ્રાવણ માસ શિવભક્તિનો સર્વોત્તમ અવસર માનવામાં આવે છે. ભક્તો ભોળાનાથને વિવિધ દ્રવ્યો વડે પૂજન કરીને શિવ કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજન કરતા હોય છે. ત્યારે શિવજીને અર્પણ કરવાના દ્રવ્યોમાં સૌથી ઉત્તમ દ્રવ્યોમાનું એક માનવામાં આવે છે તલ, કેહવામાંઆવે છે કે જ્યારે ભક્તો શિવજીને તલ અર્પણ કરે છે ત્યારે શિવજી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ગ્રહ પીળા દૂર કરે છે.  ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને વિશ્વને શાંતિ આપવા અને ભારતને ઉત્તરોત્તર પ્રગતિના પંથે અગ્રેસર રાખવાની પ્રાર્થના સાથે તલનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને ને તલ આચ્છાદિત આવરણથી શણગારવામાં આવ્યા હતા. તેમજ ગુલાબ, ગલગોટા, સહિતના સુંદર ફૂલોથી સોમનાથ મહાદેવને શણગાવવામાં આવ્યા હતા. મહાદેવના આ મનમોહક સ્વરૂપના દર્શન કરી શ્રદ્ધાળુઓ પણ ધન્ય થયા હતા....