Sunday, February 15News That Matters

ભાવનગરમાં નવી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનું ખાતમુહૂર્ત કરતા ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઇ સંઘવી

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર 

ભાવનગર શહેરના નારી ખાતે નવી બનનારી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનું ખાતમુહૂર્ત આજે ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આશરે રૂ.૮૩૨.૭૦ લાખના ખર્ચે તૈયાર થનારાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવીન સંકુલની ભાવનગરની જનતાને ભેટ મળશે.

આ કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે જન સેવા કેન્દ્ર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર મોટર વિહિકલ, પી.આર.ઓ. રૂમ, સ્માર્ટ કાર્ડ રૂમ, સ્ટાફ રૂમ, વેઇટિંગ એરિયા, ટોઇલેટ બ્લોક, લિફ્ટ, પેસેજ અને ઓપન સર્ક્યુલેશન એરિયા. જ્યારે પ્રથમ માળ ખાતે આર.ટી.ઓ. ઓફિસર, એ આર.ટી.ઓ., પી.આર.ઓ., મામલતદાર/ એડ.ઓફિસર, સ્માર્ટ ઓપ્ટિકલ કાર્ડ રૂમ, રેકર્ડ/સ્ટોર રૂમ નિર્માણ પામશે.

કચેરીના ગ્રાઉન્ડ પરની સુવિધાઓમાં વ્યૂ ટાવર, ટુ – વ્હીલર વાહનો માટે ટેસ્ટિંગ ટ્રેક, ફોર – વ્હીલર વાહનો માટે ટેસ્ટિંગ ટ્રેક, પાર્કિંગ અને ગાર્ડન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

આ તકે સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ, મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુણાલભાઇ શાહ, ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, ઇન્ચાર્જ આર.ટી.ઓ. ડી. કે. ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *