હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર
ભાવનગર ગ્રામ્યમાં પોષણ માસ- ૨૦૨૩ અંતર્ગત માલણકા ગામે મંગળદિવસ સુપોષણ સવાંદની ઉજવણીમાં ૪ પ્રથમ સગર્ભાની શ્રીમંત વિધિ કરવામાં આવી હતી તેમજ કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે કૃષ્ણ જન્મ ઉજવણી ઉત્હાસભેર કરવામાં આવેલ હતી.
જેમાં પ્રોગામ ઓફિસર ભાવનગર, સી.ડી.પી.ઓ. ભાવનગર ગ્રામ્ય અને આઈ.સી.ડી.એસ સ્ટાફ ભાવનગર ગ્રામ્ય આંગણવાડી કાર્યકર તેડાગર અને તેમજ માલણકા ગામનાં આંગણવાડી કેન્દ્રોનાં લાભાર્થીઓ સગર્ભા ધાત્રી તેમજ અન્ય મહિલાઓ બહોળા પ્રમાણમાં હાજર રહ્યાં હતાં અને પ્રોગામ ઓફિસર દ્વારા પોષણ માસ અનુરૂપ આંગણવાડીને લગતી યોજનાઓની માહિતી આપેલ અને પોષણ માસની શપથ પણ બધા પાસે લેવડાવવામાં આવી હતી.
