Tuesday, September 8News That Matters

ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા

હિન્દ ટીવી – ગુજરાતી, સોમનાથ 

     પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને શ્રાવણના અંતિમ સોમવારે ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ પધાર્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લેહરી ટ્રસ્ટના વી.આઇ.પી અતિથિ ગૃહ ખાતે રાજ્યપાલ નું સ્વાગત કર્યું હતું. મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતા. સાથેજ તેઓ એ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી હતી. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદ કીટ રાજ્યપાલ ને ભેટ આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *