હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર અને મ્યુનિસીપલ કમિશ્નર આનંદ પટેલ સંયુક્ત યાદીમાં જણાવે છે કે, માન. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર ભારતમાં આરોગ્યની વિવિધ યોજનાઓનો વ્યાપ વધારવા માટે તા.૧૩-૦૯-૨૦૨૩ના રોજ સમય ૧૧:૩૦ કલાકે શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે “આયુષ્માન ભવઃ” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે તેમજ ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા પણ ઉપસ્થિત રહેશે.

આયુષ્યમાન ભવઃ સેવા પખવાડિયામાં તા. ૧૭-૦૯-૨૦૨૩થી તા. ૦૨-૧૦-૨૦૨૩ દરમ્યાન વિવિધ UPHC દ્વારા વિવિધ વોર્ડમાં આરોગ્ય કેમ્પ દર શનિવારે યોજવામાં આવશે. ઉપરાંત PMJAY કાર્ડ, ABHA કાર્ડ અને આરોગ્યની વિવિધ યોજનાઓના લાભ પણ આપવામાં આવશે. આ ઉપરાંત અંગદાન શપથ અને સ્વચ્છતા અભિયાન તથા રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવશે.
