હિન્દ ન્યુઝ, સોમનાથ
પવિત્ર શ્રાવણ માસ શિવભક્તિનો સર્વોત્તમ અવસર માનવામાં આવે છે. ભક્તો ભોળાનાથને વિવિધ દ્રવ્યો વડે પૂજન કરીને શિવ કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજન કરતા હોય છે. ત્યારે શિવજીને અર્પણ કરવાના દ્રવ્યોમાં સૌથી ઉત્તમ દ્રવ્યોમાનું એક માનવામાં આવે છે તલ, કેહવામાંઆવે છે કે જ્યારે ભક્તો શિવજીને તલ અર્પણ કરે છે ત્યારે શિવજી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ગ્રહ પીળા દૂર કરે છે.
ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને વિશ્વને શાંતિ આપવા અને ભારતને ઉત્તરોત્તર પ્રગતિના પંથે અગ્રેસર રાખવાની પ્રાર્થના સાથે તલનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને ને તલ આચ્છાદિત આવરણથી શણગારવામાં આવ્યા હતા. તેમજ ગુલાબ, ગલગોટા, સહિતના સુંદર ફૂલોથી સોમનાથ મહાદેવને શણગાવવામાં આવ્યા હતા. મહાદેવના આ મનમોહક સ્વરૂપના દર્શન કરી શ્રદ્ધાળુઓ પણ ધન્ય થયા હતા.
