તાપી જિલ્લામાંસ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત માર્ચ મહિના દરમિયાનવિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજી ‘સ્વચ્છતા માર્ચ’ તરીકે ઉજવણી કરવામાં આવી
હિન્દ ટીવી - ગુજરાતી, તાપી
તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીને અનુલક્ષીને ‘સ્વચ્છતા માર્ચ’ તરીકે માર્ચ મહિનાની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ માર્ચ મહિના દરમિયાન જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત દ્વારા વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના તમામ ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા, તેઓની વિચારધારામાં સ્વચ્છતા પ્રત્યે પરિવર્તન લાવવા તેમજ તેમના જીવનશૈલીમાં સુધારો લાવવાના હેતુથી સંપૂર્ણ માર્ચ મહિના વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. સ્વચ્છતા માર્ચનો શુભારંભ ૧લી માર્ચના રોજ વ્યારા તાલુકાના ચિખલવાવ ગામથી કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ટીમે જુદા-જુદા તાલુકાઓના મોટા ભાગના ગામોને વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓથી આવરી લીધા હતા. સ્વચ્છ ભારત મ...



