હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ ન્યુ દિલ્હી દ્વારા ગુજરાત રાજય સમાજ કલ્યાણ બોર્ડ, અમદાવાદ ની સહાય થી જુનાગઢ જીલ્લા મહિલા મંડળ સંચાલિત, “કુટુંબ સલાહ કેન્દ્ર” વેરાવળ ખાતે ઘણા વર્ષોથી ચાલે છે, જેમાં સાસરીયા દ્વારા ત્રાસ, અન્યની દખલગીરી, શરાબ નું વ્યસન, આર્થિક સંકડામણ, અનૈતિક સબંધ, દહેજ તથા ઘરેલું હિંસા, અપહરણ, બાળલગ્ન વગેરે પ્રશ્નો અંગે સમાધાનકારી માર્ગદર્શન અને પગલા લેવામાં આવે છે.
આ કેન્દ્રમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન ઓક્ટોબર-૨૦૨૧ થી માર્ચ-૨૦૨૨ ૬ માસ દરમ્યાન કુલ ૯૩ કેસો કેન્દ્રમાં નોંધાયેલા હતા, જેમાંથી ૪૩ કેસોનો નિકાલ થયેલ જેમાં પતિપત્ની વચ્ચેના અણબનાવ ના ૧૮ કેસોમાં સમાધાન થયેલ. ૬ કેસોમાં પક્ષકાર ને નામદાર કોર્ટમાં જવા સલાહ આપવામાં આવેલ તેમજ ગંભીર પ્રકારના ૬ કેસોમાં છૂટાછેડા તેમજ ૪ કેસો અન્ય શહેરમાં ચાલતા કુટુંબ સલાહ કેન્દ્ર માં તબદીલ કરવામાં આવેલ. અને ૬ કેસોમાં પોલીસ મદદ માટે પોલીસ સ્ટેશન માં મોકલેલ ૩ કેસમાં અરજદાર તરફથી સહકાર ન મળતા બંધ કરવામાં આવેલ, હાલમાં ૫૦ કેસો પેન્ડીંગ છે.
આમ ૪૩ કેસોના નિકાલ માટે કુટુંબ સલાહ કેન્દ્ર વેરાવળના કાઉન્સેલર હરસુખભાઈ બગીયા તથા ભારતીબેન મારૂ તેમજ સબ કમિટીનાં સભ્યઓ સુરેશભાઈ પી.માવાણી-એડવોકેટ, હમીરભાઈ વાળા – મહમદભાઈ સોરઠીયા, રાજેશભાઈ ઠકરાર, સરોજબેન દવે, ચેતનાબેન સંઘવી નાં સહકારથી સમાધાન થતા દરેક પરિવારોનું જીવન સુખમય બનેલ છે. તેમ જુનાગઢ જીલ્લા મહિલા મંડળ ના પ્રમુખ જાહન્વીબેન ઉપાધ્યાય ની યાદીમાં જણાવવામાં આવેલ.
જે કોઈ પરિવાર ને આવા પ્રશ્નો હોય, તેઓએ “કુટુંબ સલાહ કેન્દ્ર” કસ્તુરબા મહિલા મંડળ બિલ્ડીંગ, કલેકટર ઓફીસ રોડ, કૃષ્ણનગર, વેરાવળ નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. જેના ફોન ન. ૦૨૮૭૬-૨૪૨૫૭૯ છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.
