Saturday, September 5News That Matters

Gujarat

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની શાનદાર ઉજવણી કરવા માટે બોટાદ વહીવટી તંત્ર સુસજ્જ

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની શાનદાર ઉજવણી કરવા માટે બોટાદ વહીવટી તંત્ર સુસજ્જ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની શાનદાર ઉજવણી કરવા માટે બોટાદ વહીવટી તંત્ર સુસજ્જ થઈ રહ્યું છે. આ પ્રસંગે બોટાદ જિલ્લો પોતાની ગૌરવભરી ઓળખ રાજ્ય અને દેશ સમક્ષ રજૂ કરશે. ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન અનુસાર બોટાદના ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓનો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે વિવિધ કાર્યક્રમોના ભવ્ય આયોજન માટે જોરશોરથી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ તૈયાર કરવાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બોટાદ ખાતે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે શાનદાર સાંસ્કૃ્તિક કાર્યક્રમો યોજાશે. જેમાં રાજ્યભરમાંથી કુશળ કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરશે. સતત વિકાસની હરણફાળ ભરતું ગુજરાત રાજ્ય આ વર્ષે બોટાદ જિલ્લામાં ખુબ જ ઉત્સ...
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા અન્વયે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો જાહેર જનતા જોગ

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા અન્વયે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો જાહેર જનતા જોગ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ તા.૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા બોટાદ જિલ્લાના તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારના કુલ ૪૬ ૫રીક્ષા કેન્દ્રો પર લેવાશે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના સમય સવારે ૧૧:૦૦ કલાકથી બપોરે ૧૨: ૦૦ કલાક (કુલ સમય ૧ કલાક) દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં નીચે મુજબના પ્રતિબંધો ફરમાવ્યા છે. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનીવર્ધક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન લઇ જવા પ...
ખેડૂત જોગ: ૧ ફેબ્રુઆરી,૨૦૨૩ સુધીમાં ખેડૂતોએ બાગાયતી સહાય માટે બીલ ફાઇલ જમા કરવાની રહેશે

ખેડૂત જોગ: ૧ ફેબ્રુઆરી,૨૦૨૩ સુધીમાં ખેડૂતોએ બાગાયતી સહાય માટે બીલ ફાઇલ જમા કરવાની રહેશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ વર્ષે કચેરી દ્વારા બાગાયતની સહાય યોજનાઓમાં પૂર્વ મંજૂરી આપેલી હોય એવા ખેડૂતોએ સહાય માટે જરૂરી સાધનિક કાગળો સાથે બીલ ફાઇલ તા.૦૧/૦૨/૨૦૨૩ સુધીમાં જમા કરવાની રહેશે. આ માટે જિલ્લાના બાગાયતદાર ખેડૂતો નાયબ બાગાયત નિયામકની કચેરી, એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદનો સંપર્ક સાધી શકશે. ૦૧/૦૨/૨૦૧૩ બાદ આવેલા બીલ દરખાસ્ત ફાઇલે કરવામાં આવશે. સમય મર્યાદાને ધ્યાને લઇ ખેડૂતોએ વહેલી તકે બીલ ફાઇલ જમાં કરાવવા બાગાયત કચેરી, બોટાદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે....
બોટાદ જિલ્લાના રોજગાર ઈચ્છુક યુવાનો માટે ઉજળી તક

બોટાદ જિલ્લાના રોજગાર ઈચ્છુક યુવાનો માટે ઉજળી તક

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે ઉજળી તક પૂરી પાડવામાં આવી છે. ગ્રામીણ કોટા એક્સેસ બેંક લીમીટેડ એકમ માટે ટ્રેઈની, કેન્દ્ર મેનેજર તથા ફિલ્ડ મેનેજરની જગ્યા માટે ભરતી પ્રક્રિયા યોજાશે. ૧૯થી ૨૯ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ પાસની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનોએ અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૧૯ જાન્યુઆરીના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandhan.gujarat.gov.in/account/...
થરાદમાં એકતા ટુર્નામેન્ટ ક્રિકેટનો થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના હસ્તે કરાવ્યો શુભારંભ

થરાદમાં એકતા ટુર્નામેન્ટ ક્રિકેટનો થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના હસ્તે કરાવ્યો શુભારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, થરાદ થરાદ મહાજનપુરા ચાર રસ્તા પાસે એકતા ટુર્નામેન્ટ ક્રિકેટનો કરાયો શુભારંભ. એકતા ટુર્નામેન્ટ ક્રિકેટમાં થરાદના પૂર્વ ધારાસભ્યો ગુલાબસિંહ રાજપૂતે રીબેન કાપી અને ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાય હતો તેમાં ગુલાબસિંહ રાજપૂતે બેટિંગ કરી હતી અને નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ ઓઝાએ ગેનબાજી કરી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુત સહિતના નગરપાલિકાના સદસ્યો ગ્રામજનો અને ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજક પ્રતાપસિંહ રાજપુત, વિજયસિંહ રાજપૂત, મુનાભાઈ રાઉમા, હરેશભાઈ રાજપૂત, જાકીરભાઇ ફકીર, યુબભાઈ મેમણ, બચુભાઈ શેખ, પરભુભાઈ માળી, બરકતભાઈ રાઉમાં, લક્ષ્મણભાઈ રબારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ ઉપરમુખ સહિતનું એકતા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા તેમનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું....
સહજાનંદ ગુરૂકુળ માનકૂવા દ્વારા સૈનિક કલ્યાણ કચેરીને રૂ.૩૧ હજારનું દાન આપવામાં આવ્યું

સહજાનંદ ગુરૂકુળ માનકૂવા દ્વારા સૈનિક કલ્યાણ કચેરીને રૂ.૩૧ હજારનું દાન આપવામાં આવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         આપણા જવાનો દેશ સેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના માતૃભુમિના રક્ષણ કાજે શહિદ થવા, પોતાના ધૈર્ય અને સાહસથી દેશને અખંડિત રાખવા, આપણને હર ક્ષેત્રે વિજયી બનાવી આપણા મસ્તક ઉન્નત રાખવા અને પોતે બધા જ દુ:ખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તત્પર રહે છે, ત્યારે તેઓના તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરીને શ્રી સહજાનંદ ગુરૂકુળ, માનકૂવા દ્વારા રૂ. ૩૧,૦૦૦ સૈનિક કલ્યાણ કચેરી, ભુજને સુપ્રત કરેવામાં આવ્યા હતા.         સહજાનંદ ગુરુકુળ, માનકૂવાના સંચાલક સંતો પ.પૂ શાસ્ત્રી સ્વામીશ્રી ઉત્તમપ્રિયદાસજી, શાસ્ત્રી સ્વામી આનંદસ્વરૂપદાસજી, શાળાના ગુજરાતી મીડીયમના આચાર્ય માનસિંહ ચાવડા (માધ્યમિક વિભાગ) અને હાર્દિકભાઈ વ્યાસ (પ્રાથમિક વિભાગ આચાર્ય) ભંડોળમાં ફાળો આપી સૈનિકોની કલ્યાણ અર્થેની કામગીરીમાં સહભાગી બન્યા હોવાથી જિલ્લા નિવાસી અધિક કલે...
શીતલહેરથી બચવા વધુ કેલરીવાળા ખોરાકનો ઉપયોગ કરવો

શીતલહેરથી બચવા વધુ કેલરીવાળા ખોરાકનો ઉપયોગ કરવો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ રાજયમાં હાલ ઠંડીની અસર વર્તાઇ રહી છે ત્યારે શીતલહેરથી બચવા લોકોએ રક્ષણાત્મક પગલાં લેવા જરૂરી છે. જે અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નાગરીકોને આરોગ્યની સાચવણી માટે કેટલાક જરૂરી નિર્દેશ જારી કરાયા છે. ઠંડીથી બચવા ગરમ કપડાં તેમજ સ્વેટર, મફલર, ગરમ ટોપી નો ઉપયોગ કરવો. વધુ ઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃધ્ધ તેમજ બિમાર વ્યક્તિઓ અને નાના બાળકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું તથા ઠંડીથી બચવા વિશેષ ધ્યાન રાખવું. ઠંડીથી બચવા રૂમના બારી બારણા બંધ રાખવા. સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્ય તાપમાં બેસવું. ઠંડીની અસર હેઠળ કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલીક નજીકના સરકારી દવાખાને / ખાનગી તબીબનો સંપર્ક કરી જરૂરી સારવાર મેળવવી. ઠંડી દરમિયાન વધુ કેલરીવાળા ખોરાકનો ઉપયોગ કરવો. ત્વચા સુકી ન પડે તે માટે તલનું તેલ, કોપરેલ, વેસેલીન જેવા તેલી પ્રદાર્થોનો ઉપયોગ કરવો. શક્...
શીતલહેરમાં ઠંડીથી બચવા નાગરીકો, કૃષિપાક, પશુધન માટે વહીવટીતંત્ર દ્વારા જારી કરાઇ માર્ગદર્શિકા

શીતલહેરમાં ઠંડીથી બચવા નાગરીકો, કૃષિપાક, પશુધન માટે વહીવટીતંત્ર દ્વારા જારી કરાઇ માર્ગદર્શિકા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ શીત લહેર દરમિયાન ઠંડીના પ્રકોપથી બચવા માટે કચ્છ કલેકટરના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે અનુસાર સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો ,ટીવી, અખબારો જેવા તમામ મીડિયા આઉટલેટ્સને અનુસરીને સર્તક રહેવા અનુરોધ કરાયો છે. કાતિલ ઠારમાં કામ વગર લોકોને બહાર ન નીકળવા તથા બિનજરૂરી મુસાફરી ન કરવા વહીવટીતંત્ર તરફથી અપીલ કરાઇ છે. જિલ્લા સમાહર્તાશ્રી દિલીપ રાણાના માર્ગદર્શન હેઠળ જારી કરાયેલી માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ, શિયાળાના ગરમ કપડાંનો પૂરતો સ્ટોક કરો. કટોકટીનો પુરવઠો રાખો - જેમ કે ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઈમરજન્સી લાઈટ અને મૂળભુત દવાઓ. દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી કરો જેથી ઠંડા પવન ઘરમાં ન આવે. ફ્લૂ વહેતું / ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે, જે સામાન્ય રીત...
Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. મકરસંક્રાતી તથા રવીવાર એમ ૦૨ દિવસ જાહેરરજા હોય બહોળી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારેલ. જેમાં તા.૧૪/૦૧/૨૦૨૩ તથા તા.૧૫/૦૧/૨૦૨૩ એમ બે જ દિવસમાં કુલ ૨૧,૯૧૪ સહેલાણીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.૫,૪૦,૩૧૦/-ની આવક થયેલ છેતેમમેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડ...
PMSVANidhi  યોજના અંતર્ગત લોન અરજીઓની મંજુરીની પ્રક્રિયા માટે તા. ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન કેમ્પ યોજાશે

PMSVANidhi  યોજના અંતર્ગત લોન અરજીઓની મંજુરીની પ્રક્રિયા માટે તા. ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન કેમ્પ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ ભારત સરકાર દ્વારા “શેરી ફેરિયાઓ માટે PMSVANidhi(PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે તે હેતુથી પ્રથમ તબક્કામાં રૂ.૧૦,૦૦૦/-સુધીની વર્કિંગ કેપિટલલોન સિક્યુરીટી વિના બેંકોમારફત મળવાપાત્ર થાય છે. તથા પ્રથમ લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને રૂ.૨૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત સરળતાથી મળી રહે તે માટે નીચેની વિગતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ક્રમ બેંક તારીખ સમય સમય અને સ્થળ ૧ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ૧૮/૦૧/૨૦૨૩   સવારે ૧૦:૦૦ થી સાંજનાં૫:૦૦ કલાકેસુધી  રાજકોટ મહાનગરપાલિકા શ્રી રમેશભાઈ છાયા સભાગૃહ,બીજો માળ,સેન્ટ્રલ ઝોન કચેરી ઢેબર રોડ રાજકોટ. ૨ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા બેંક ઓફ બરોડા ૧૯/૦૧/૨૦૨૩ રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્ર...