હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ
કચ્છના માંડવી ખાતે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના ૨.૦ અંતર્ગત કુલ ૭૬૮ લાભાર્થીઓને ગેસચુલો આપવામાં આવ્યો છે. જે પૈકીના એક છે ૨૪વર્ષીય લાભાર્થી નસીમબાનુ અબ્દુલભાઇ કરીમ
તાજેતરમાં કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રિય રાજયમંત્રી કૈલાસભાઇ ચૌધરીએ તેમના પરીવારની જાત મુલકાત લઇ તેમની સાથે સંવાદ કર્યો હતો.
આ સમયે તેમણે પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “ માથે ચોમાસુ હોય ત્યારે ઘરમાં ગેસનો ચૂલો મળે એટલે મોટી નિરાંત લાગે. નહિ તો લાકડાં ભેગા કરી રાખવાનાં અને ઘરમાં તો ધુમાડો ધુમાડો થઇ જતુ હતું. બહાર વરસાદ ને ઘરમાં ધુમાડો કંટાળો આવી જાય પણ ભલું થયો સરકારનું કે અમને ઉજ્જવલા ગેસ મળ્યો”
નસીમબાનુએ કેન્દ્રિય રાજયમંત્રી સાથે વાર્તાલાપમાં જણાવ્યું હતું કે હવે મારી સના અને મોહીન માટે પણ સમય ફાળવી શકાશે. ઘરમાંય ધુમાડો નહી થાય મારા બચ્ચાઓને સારૂ લાગેશે.
સરકાર દ્રારા વિનામૂલ્યે મળેલી રાંધણ ગેસનો અમારી જીદંગી બદલી નાંખી. આરોગ્ય તો સચવારો સાથે પરીવારને સમય અપાશે ઝડપથી રસોઇ બની જશે અને અમારો સમય બચતા છુંટક કામની રોજગારીમાં સમય વધું અપાતા ધરમાં બે પૈસા વધું આવશે બેન.
એમ વાત કરતા જણાવે છે ઉજ્જવલા ના લાભાર્થી નસીમબાનુ.
