હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ
• રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧)જય જલારામ ઘૂઘરા (૨)પિતૃકૃપા કોલ્ડ્રિંક્સ (૩)યોગી એન્ટરપ્રાઇઝ (૪)વિક્રમ પ્રોવિઝન સ્ટોર (૦૫)આદર્શ પાન & કોલ્ડ્રિંક્સ (૦૬)ચોરસિયા સમોસા (૦૭)માધવ કોલ્ડ્રિંક્સ (૦૮)તુલસી પાન (૦૯)સમ્રાટ લાઈવ પફ (૧૦)દ્વારકાધીશ પ્રોવિઝન સ્ટોર (૧૧)દ્વારકાધીશ પાન સેન્ટર (૧૨)દ્વારકાધીશ ટી સ્ટોલ (૧૩)ગોકુળ ગાંઠિયા (૧૪)જય ગોપાલ જનરલ સ્ટોર (૧૫)પિતૃકૃપા જનરલ સ્ટોર (૧૬)રામનાથ પાન (૧૭)અરમાન પ્રોવિઝન સ્ટોર (૧૮)ખોડિયાર પાન (૧૯)આજી સુપર માર્કેટ (૨૦)પિતૃ કોલ્ડ્રિંક્સની જનરલ ચકાસણી કરવામાં આવેલ.
• ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મવડી મેઇન રોડ, બાપાસિતારામ ચોક વિસ્તારમાં લાઇસન્સ અંગે અવેરનેસ ડ્રાઈવ તથા ચકાસણી કરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૦૮ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
(૧) જોગમાયા કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ બાબતે નોટિસ (૨)હરભોલે કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ બાબતે નોટિસ (૩)મોમાઈ હોટેલ & પાન -લાઇસન્સ બાબતે નોટિસ (૪)બાપાસિતારામ દાળ પકવાન -લાઇસન્સ બાબતે નોટિસ (૦૫)જાનકી પાન & ટી સ્ટોલ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૬)જય ખોડિયાર કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૭)જલ્પા કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૮)શ્રી પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
તથા (૦૯)વરુડી પાન & કોલ્ડ્રિંક્સ (૧૦)ટુ ડે આઇસક્રીમ (૧૧)રાજસ્થાન નાસ્તા (૧૨)મુરલીધર ડેરી ફાર્મ (૧૩)અનામ ઘૂઘરા (૧૪)જે.પી. સોડા (૧૫)રાજમંદિર કોલ્ડ્રિંક્સ (૧૬)બાલાજી સેન્ડવિચ (૧૭)શિવ શક્તિ ડેરી ફાર્મ (૧૮)અલ્કા કોલ્ડ્રિંક્સ (૧૯)રામ ઓર શ્યામ ગોલાવાલા (૨૦)શિવમ પાન & કોલ્ડ્રિંક્સની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

• નમુનાની કામગીરી –
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ ૨ નમૂના લેવામાં આવેલ :-
(૧) વિદુર ગાયનું ઘી (500 ml પેક): સ્થળ- ભાગ્યોદય અનાજ ભંડાર -ગુંદાવાદી શાકમાર્કેટ રોડ ,અરિહંત બિઝનેસ સેન્ટર, ગ્રાઉંડ ફ્લોર, રાજકોટ.
(૨) રાજભોગ કુકીઝ (લુઝ): સ્થળ- જલારામ બ્રેકર્સ -સિંધિ કોલોની મેઇન રોડ, જુલેલાલ મંદિરની બાજુમાં, રાજકોટ.
• ફૂડ વિભાગ દ્વારા કરાયેલ ચકાસણીના અનુસંધાને રૈયા રોડ, રાજકોટ મુકામે આવેલ કિરણ ડ્રાયફ્રૂટ્સ પેઢીની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ એક્સપાયરી થયેલ વાસી ડ્રાયફ્રૂટ ચેવડો- 2.5 kg, ચોકલેટ કાજુ અને ચોકલેટ બદામ-2.5 kg તથા જેલી- 01 kg મળી કુલ 06 kg જથ્થો નાશ કરવામાં આવેલ તથા યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
• ફૂડ વિભાગ દ્વારા કરાયેલ ચકાસણીના અનુસંધાને જાસલ બિલ્ડીંગ પાછળ, નાણાવટી ચોક, રાજકોટ મુકામે આવેલ રૂદ્રમ બેકરી ની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ ૦૩ kg વાસી પફનો જથ્થો નાશ કરવામાં આવેલ.તથા યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ હાઇજિનિક કંડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
