Saturday, September 5News That Matters

Gujarat

રાષ્ટ્રના નિર્માણ માટે વિદ્યાર્થી અને યુવાનની ભૂમિકા મહત્વની છે – શ્રી વિશ્વાનંદ માતાજી

રાષ્ટ્રના નિર્માણ માટે વિદ્યાર્થી અને યુવાનની ભૂમિકા મહત્વની છે – શ્રી વિશ્વાનંદ માતાજી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, ભાવનગર શ્રી રસિકલાલ ધારીવાલ મહિલા કોલેજ વાળુકડ દ્વારા સરવેડી ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર ઉદ્દઘાટનમાં શ્રી વિશ્વાનંદ માતાજીએ કહ્યું કે, રાષ્ટ્રના નિર્માણ માટે વિદ્યાર્થી અને યુવાનની ભૂમિકા મહત્વની રહેલી છે. વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત શ્રી રસિકલાલ ધારીવાલ મહિલા કોલેજ વાળુકડ દ્વારા સરવેડી ગામે રાષ્ટ્રીય સેવા યોજના વાર્ષિક શિબિર તા. ૨૨ થી ૨૮ જાન્યુઆરી સુધી યોજાનાર છે. ‘સ્વતંત્રતા સુવર્ણ જયંતિ' ઉજવણી નિમિત્તે 'શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ' વિષય સાથે આ શિબિરના ઉદ્દઘાટનમાં અધ્યક્ષસ્થાને રહેલા શિવકુંજ આશ્રમ જાળિયાના વિશ્વાનંદ માતાજીએ કહ્યું કે, રાષ્ટ્રના નિર્માણ માટે વિદ્યાર્થી અને યુવાનની ભૂમિકા મહત્વની રહેલી છે. અહી જોડાયેલ વિદ્યાર્થીનીઓને અભ્યાસ દરમિયાન લક્ષ નક્કી કરવા જણાવી રામચરિત માનસના ઉલ્લેખ સાથે વિદ્યા, વિનય, નિપૂણતા, ગુણ અને શીલ એમ પાંચ બાબત આ કાળમાં અનિ...
આજરોજ ભાવનગર જિલ્લામાં સ્પેશીયલ ઈમ્યુનાઈઝેશન વીકની ઉજવણીનો શુભારંભ શિહોર ખાતે કરાયો

આજરોજ ભાવનગર જિલ્લામાં સ્પેશીયલ ઈમ્યુનાઈઝેશન વીકની ઉજવણીનો શુભારંભ શિહોર ખાતે કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, ભાવનગર  ૦-૫ વર્ષના બાળકોને વિવિધ રોગોથી બચાવવા જરૂરી તમામ રસીઓથી રક્ષીત કરવુ જરૂરી છે. આરોગ્ય વિભાગના સહીયારા પ્રયાસોથી સદર રસીકરણ કાર્યક્રમ સુચારૂ રીતે અમલમાં છે. તેમ છતા લોકોની અંધશ્રધ્ધા કે અન્ય કારણોસર ડ્રોપઆઉટ અને લેફટઆઉટ બાળકો ફીલ્ડમાં જોવા મળે છે. આવા બાળકોને રસીકરણ થકી રક્ષીત કરવાના શુભ આશ્રયથી સરકારની સુચનાનુંસાર રસીકરણનું સ્પેશીયલ ઈમ્યુનાઈઝેશન વીક તા.૨૩/૦૧/૨૦૨૩ થી ૨૮/૦૧/૨૦૨૩ દરમ્યાન મુખ્ય જિલ્લા આોરોગ્ય અધિકારી અને જીલ્લા આર.સી.એચ.અધિકારીના માગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે. આ અભિયાનનો આજરોજ શુભારંભ શિહોર ખાતેથી જીલ્લા આર.સીએચ અધિકારી ડો.કોકીલાબેન સોલંકી દ્રારા કરવામાં આવેલ. સદર સ્પેશીયલ ઈમ્યુનાઈઝેશન વીક દરમ્યાન ૦ થી ૫ વર્ષની ઉંમરના અંદાજીત કુલ ૧૯૪૦ બાળકોનું રસીકરણ કરવામાં આવશે. ઉપરાંત હાલ મીઝલ્સ(ઓરી)ના શંકાસ્પદ કેસોનો જીલ્લામાં ઉતરોતર વધારો ધ્યાને આવ...
સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે

સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, ભાવનગર  ૭૪ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં તળાજાની આઇ.ટી.આઇ. ખાતે સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવશે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન ટ્રાફિક પોલીસ, પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, મ્યૂઝિક પ્લાટુન સહિતની ટૂકડીઓ દ્વારા પરેડ કરવામાં આવશે. આ પ્રસંગે કલેક્ટર ડી.કે.પારેખ, પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ, સહિતનાં વરીષ્ઠ અધિકારીઓ અને ગણમાન્ય નાગરીકો ઉપસ્થિત રહેશે. ગુજરાત બ્યૂરો ચીફ : હકિમ ઝવેરી (ભાવનગર) ...
સરકારની વિવિધ યોજના થકી લોકોની સુખાકારીમાં વધારો થયો છ – પારૂલબેન કારા, જિલ્લા પંચાયત પ્રમુખ

સરકારની વિવિધ યોજના થકી લોકોની સુખાકારીમાં વધારો થયો છ – પારૂલબેન કારા, જિલ્લા પંચાયત પ્રમુખ

Gujarat
હિન્દ ન્યુઝ, ભુજ         આજરોજ ભુજ ખાતે ભુજ તાલુકાના નાગરીકો માટે ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ સંદર્ભે વર્કશોપ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતગાર કરાયા હતા.         જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેઓએ  ઉપસ્થિત ગામના તલાટી, સરપંચ, નાગરીકોને  વધુમાં વધુ લોકો સુધી યોજનાકીય જાણકારી પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના  નિયામક જી.કે.રાઠોડે  પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મનરેગા યોજના, એનઆરએલએમ વગેરે જેવી વિવિધ યોજનાની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન વિનોદ ભાનુશાલી તથા આભારવિધી સચીન પંડયાએ કરી હતી.         જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા પંચાયતના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, ટીડીઓ વજેસિંહ પરમાર, શ...

ગઢડા ખાતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંતર્ગત બાગાયત પાકોનું નિદર્શન અને સભા યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ બોટાદ જિલ્લાના ગઢડા ખાતે તા.20 જાન્યુઆરીના રોજ દિનેશભાઇ વઘાસિયાની વાડીએ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંતર્ગત સભા યોજાઈ હતી જેમાં બાગાયત પાકોનું નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ સભામાં બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક જયરાજભાઈ વાળા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મહત્વ, લાભો તેમજ જરૂરિયાત બાબતે માર્ગદર્શીત કરવામાં આવ્યા હતા. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા તેમજ પરસ્પર સંવાદ થકી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ બાબતે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો....
બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે યોજાયું રિહર્સલ

બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે યોજાયું રિહર્સલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ બોટાદના ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. આ માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રજાસત્તાક દિનના ધ્વજવંદનના કાર્યક્રમનું આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું,જેમાં સુરક્ષા દળની જુદીજુદી ૨૫ જેટલી પ્લાટુનો દ્વારા વિવિધ કરતબો તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, ચેતક કમાન્ડો, મહિલા પોલીસ જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતે પરેડ યોજવાની સાથે મોટરસાયકલ સ્ટંટ શો, ડોગ સ્ક્વોડ અને અશ્વદોડના જવાનોએ વિવિધ નિદર્શનો રજૂ કરીને ઉપસ્થિત લોકોને આશ્વર્યચકિત કરી દીધા હતાં. પોલીસ બેન્ડ દ્વારા પ્રેક્ટિસ કરવાની સાથોસાથ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી કરતી અવનવી કૃતિઓનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ૭૪માં રાજ્યકક્ષાના...
કદવાર: ખોડિયાર મંદિરથી હિરાકોટ બંદર સુધીના સીસી રોડનું ધારાસભ્ય ભગવાનભાઈ બારડના હસ્તે થયું લોકાર્પણ

કદવાર: ખોડિયાર મંદિરથી હિરાકોટ બંદર સુધીના સીસી રોડનું ધારાસભ્ય ભગવાનભાઈ બારડના હસ્તે થયું લોકાર્પણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ધારાસભ્ય ભગવાનભાઈ બારડના હસ્તે સુત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં ખોડિયાર મંદિરથી હિરાકોટ બંદર સુધીના સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આ ખુશીનો અવસર ડીજે સાથે ફટાકડા ફોડી ઉત્સાહભેર વધાવ્યો હતો. અંદાજીત ૧ કરોડ ૬૫ લાખના ખર્ચે તૈયાર થયેલા ૧૨૦૦ મીટર સીસી રોડના કારણે સમસ્ત હિરાકોટ બંદર તથા આસપાસના ગ્રામજનોને અત્યાર સુધી પડતી હાલાકીનો અંત આવ્યો છે. જેની ખુશી વ્યક્ત કરતા ગ્રામજનોએ પ્રતિભાવ આપ્યો હતો કે, અમે અત્યાર સુધી ખૂબ જ તકલીફો વેઠી છે પરંતુ હવે અમારી તમામ મુશ્કેલીઓનો અંત આવ્યો છે અમે ધારાસભ્ય ઉપરાંત સરકારનો પણ આભાર માનીએ છીએ કે, તેમણે લોકપ્રતિનિધીની રજૂઆત ધ્યાને લીધી અને અમને મીઠું પરિણામ મળ્યું.   આ તકે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, મને વધુ આનંદ છે કે, તમામને નવી સુવિધા મળી. ખાસ તો કદવાર અને લા...
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં માસિક શિવરાત્રી પર્વે જ્યોત પૂજન અને મહા આરતી કરવામાં આવ્યા

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં માસિક શિવરાત્રી પર્વે જ્યોત પૂજન અને મહા આરતી કરવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં પ્રત્યેક માસની કૃષ્ણ પક્ષની તેરસ ને માસિક શિવરાત્રી નિમિત્તે ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ સોમનાથ મહાદેવને માસિક શિવરાત્રી ના અવસર પર વિશેષ પાઘનો શૃંગાર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, શિવ દરબાર આશ્રમના ઉષા મૈયા, મહામંડલેશ્વર રમજુબાપુ સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, વેરાવળ પાલિકા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી, ટ્રસ્ટના જનરલ મેનેજર, એક્ઝીક્યુટીવ ઓફિસર  સહિતના મહાનુભાવો જ્યોત પૂજનમાં જોડાયા હતા. જ્યોત પૂજન બાદ મધ્યરાત્રીએ સોમનાથ મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રિ પર્વે સોમનાથ માં વિશેષ શ્રદ્ધા સાથે હજારો ભક્તો સોમનાથ દર્શને પહોંચ્યા હતા. માસિક શિવરાત્રિ એ માત્ર સોમનાથના સ્થાનિક લોકો જ નહિ પરંતુ સોમનાથ મહાદેવના રાજ્યભરના શ્રદ્ધાળુઓ માટે ઉત્સવ બની છે. જેથી સોમનાથ ...
માત્ર 21 ₹ માં ભકતો નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલવપુજા

માત્ર 21 ₹ માં ભકતો નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલવપુજા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ  સોમનાથ ટ્રસ્ટ શિવરાત્રી ના પાવન પર્વ પર ભક્તો માટે લોન્ચ કરી "બિલ્વપુજા સેવા" જેમાં માત્ર 21 રૂપિયા ની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम। त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥ શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગત ત્રણ જન્મોના પાપો નાશ પામે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બીલીપત્ર પૂજન કરવાના પુણ્ય ની સાથે સોમનાથ ટ્રસ્ટ આપના દીધેલા એડ્રેસ પર બિલ્વ પૂજાના બીલીપત્ર પ્રસાદ સ્વરૂપે પણ મોકલશે. આ અદભુત બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ somnath.org પર જઈને પુજા નોંધાવી શકો છો, અથવા અમારા દ્વારા નવી શરૂ કરાયેલ મિસ કોલ સુવિધામાં  નંબર 080-69079921 પર મીસકોલ કરીને સરળતા પૂર્વક ઓટોમેટિક વોઇસ રજીસ્ટ્રેશન માધ્યમથી પૂ...
નર્મદા કેનાલ નું પાણી ન આવતા ખેડૂતોના ઉભા પાક સુકાઈ રહ્યા છે

નર્મદા કેનાલ નું પાણી ન આવતા ખેડૂતોના ઉભા પાક સુકાઈ રહ્યા છે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, હારીજ હારીજ તાલુકાના કુકરાણા થી પ્રસાર થતી માઇનોર કેનાલ જેમાં શંખેશ્વર તાલુકાના પણ મુજપુર લોટેશ્વર સહિત કેટલા ગામોમાં માઈનોલ કેનાલ દ્વારા પાણી પહોંચી છે ત્યારે છેલ્લા એક મહિનાથી ખેડૂતોના ખેતરમાં નર્મદા કેનાલ નું પાણી ન આવતા ખેડૂતોના ઉભા પાક સુકાઈ રહ્યા છે અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ આ ખાડા કામ કરી રહ્યા છે માત્ર ટેલિફોનિક જવાબો આપે છે આજે પાણી આવી જશે ને કાલે આવી જશે તેવું નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચે ને ખેડૂત સમૃદ્ધ બને તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પણ નર્મદા વિભાગના અધિકારીઓ પોતાની એસી ચેમ્બર છોડવા તૈયાર નથી તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે ખેડૂતોના કરવામાં આવેલ વાવેતર ઓને જીવનદાન મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે....