Sunday, February 15News That Matters

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કચ્છની સંભવિત મુલાકાત સંદર્ભે પ્રભારી મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

        વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત અને લોકાપર્ણને લઈને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કચ્છના સંભવિત કાર્યક્રમ અન્વયે આજે ભુજ કલેકટર કચેરી ખાતે શિક્ષણ રાજ્યમંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી કિર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપનને લઇને સંબંધિત વિભાગના અધિકારીઓ ચર્ચા કરીને પ્રભારીમંત્રીએ જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કાર્યક્રમનું સૂચારુ આયોજન થાય તે બાબતે અધિકારીઓની પાસેથી માહિતી મેળવીને સૂચનાઓ આપી હતી.

        સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત થાય તે માટે યોગ્ય સંકલન કરીને કામગીરી કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. કચ્છ ભુજ સાંસદ વિનોદભાઈ ચાવડાએ સમગ્ર કાર્યક્રમના યોગ્ય સ્થળ નક્કી કરવા, પાર્કિંગ તથા બેઠક વ્યવસ્થા વગેરે વિશે અધિકારીઓને સૂચના આપીને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

        કલેક્ટરએ લોકો વિના અવરોધે કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા જોવા પોલીસ વિભાગને તાકીદ કરી હતી. ભુજ શહેરની યોગ્ય સફાઇ અને શહેરને સુશોભિત કરવા નગરપાલિકાને સૂચના આપી હતી. કાર્યક્રમની તૈયારીઓ અંગેની વિગતો અધિકારીઓ પાસેથી મેળવીને કલેક્ટરએ સમીક્ષા કરી હતી.

        આ સમીક્ષા બેઠક દરમિયાન ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, અગ્રણી કેશુભાઈ પટેલ, શીતલભાઈ શાહ, હિતેશભાઈ ચૌધરી, મહેન્દ્રભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યા, અધિક કલેક્ટર હનુમંતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત સહિત પ્રાંત અધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *