Sunday, February 15News That Matters

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનની વ્યવસ્થા

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ
    ગણેશ વિસર્જન માટે રાજકોટ શહેરના અલગ અલગ સ્થળે રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા ફા.ઇ.સ સ્ટાફ તેમજ પોલીસ બન્દોબસ્ત ગણેશ વિસર્જનની વ્યવસ્થા માટે તા.૦૪/૦૯/૨૦૨૨ અને તા.૦૬/૦૯/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાજે ૦૫:૦૦ વાગ્યા સુધી નીચે મુજબ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ક્રમ  નક્કી કરવામાં આવેલ ગણેશ વિસર્જન સ્થળ
૧ આજી ઓવર ફ્લો
૨ ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ ખાણમાં
૩ પાળ ગામ જખરાપીરની દર્ગા પાસે
૪ વાગુદળ ગામના પાટીયા પછી પૂલ નીચે
ઉપરોક્ત સ્થળ પર બે દિવસ માટે ફાયર રેસ્ક્યુ ટીમ પોલીસ સ્ટાફ સાથે હાજર રહેશે. આ ઉપરાંત તા.૦૯/૦૯/૨૦૨૨ ના રોજ સવારે ૦૭:૦૦ કલાક થી રાત્રીના ૦૮:૦૦ વાગ્યા સુધી નીચે મુજબના સ્થળે ગણેશ વિસર્જન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. 
ક્રમ  નક્કી કરવામાં આવેલ ગણેશ વિસર્જન સ્થળ
૧ આજી ઓવર ફ્લો પાસે ખાણ નબર એક
૨ આજી ઓવર ફ્લો પાસે ખાણ નબર બે
૩ આજી ડેમ ઓવર ફ્લો ચેક ડેમ
૪ ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ ખાણમાં
૫ મવડી ગામથી આગળ જખરાપીરની દર્ગા પાસે
૬ વાગુદળ ગામના પાટીયા પછી પૂલ નીચે બાલાજી વેફર પાસે કાલાવડ રોડ
૭ એચ.પી પેટ્રોલ પમ્પ સામે આજી ડેમ રવિવારી બજાર વાળા ગ્રાઉન્ડમાં
ઉપરોક્ત સાત સ્થળ પર ગણેશ વિસર્જન માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર રેસ્ક્યુ ટીમ, લાઇટીગ તેમજ ક્રેનની વ્યવસ્થા તથા સીટી પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા કરવામાં આવશે જેની જાહેર જનતાને જાણકરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *