હિન્દ ટીવી – ગુજરાત, ગીર સોમનાથ
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત અનુસૂચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે ‘‘ સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ગુજરાત રાજયના યુવક- યુવતિઓ રાજયના જુદા જુદા વિસ્તારો, સાગર સંપતિ ઉધોગ તથા સાગરકાંઠા વસવાટ કરતી પ્રજાનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા અને સંસ્કૃતિ વગેરેનો પ્રત્યક્ષ પરિચય થાય તથા સાગરલક્ષી પ્રવૃતિઓ માટે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં યોજવામાં આવે છે. ચાલુ વર્ષે ૧૦ (દસ) દિવસ માટે આવો સાહસિક સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ માહે- નવેમ્બર-૨૦૨૨ દરમ્યાન ગીર સોમનાથ ખાતે યોજવાનું નક્કિ કરવામાં આવેલ છે. જેમાં રાજયભર માંથી મળેલ અરજીઓ માંથી ઉમેદવાર પસંદ કરી કુલ -૧૦૦ (એક સો) યુવક યુવતિઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવમાં આવશે.
આ પ્રવાસમાં જોડાવા ઇચ્છતા અનુસૂચિત જાતિના યુવક યુવતિઓ કે જેઓ તા. ૩૧/૧૨/૨૦૨૨ ની સ્થિતિએ ૧૪ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેમણે સાદા કાગળમાં અરજી કરવાની રહેશે તેમા પોતાનું નામ સરનામું , મોબાઇલ નંબર ,જન્મ તારીખ , શૈક્ષણિક લાયકાત , વ્યવસાય , એન.સી.સી /પર્વતારોહણ/ રમત ગમત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત , શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણાપત્ર ,વાલીની સંમતિ ,તાજેતરમાં પડાયેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો ,ઓળખકાર્ડ અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત વગેરે માહિતી દર્શાવતી અરજી તા. ૨૦/૦૯/૨૦૨૨ સુધીમાં આ કચેરીના નિયંત્રણ હેઠળની ‘‘ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, નવી કલેકટર કચેરી, રૂમ નં ૩૧૩/૩૧૪ બીજો માળ મુ.ઇણાજ તા. વેરાવળ જિ. ગીર સોમનાથ ને મોકલી આપવાની રહેશે.
પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ – ૧૦૦ યુવક યુવતિઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલ યુવક- યુવતિઓને ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક- યુવતિઓને નિવાસ ભોજન, તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનું ભાડુ તથા કાર્યક્રમમાં ભાગ લેવા બદલ સરકાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથની યાદીમા જણાવેલ છે.
