અંજાર તાલુકાના ૦૨ મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકો માટે અરજી મંગાવાઈ
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ
અંજાર તાલુકાના ચાંદ્વોડા પ્રા.શાળા કેન્દ્ર નં ૧૭, ભલોટ.પ્રા.શાળા કેન્દ્ર નં ૧૯, આપેલ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટેનું નિયત અરજી ફોર્મ મામલતદારની કચેરી અંજાર ખાતેથી મેળવીને સંપુર્ણ વિગત ભરીને આગામી તા. ૩૧/૧૨/૨૦૨૨ના કચેરીના સમય દરમ્યાન મળે તે રીતે ટપાલથી મામલતદાર કચેરી અંજાર મોકલી આપવાની રહેશે.
તા.૩૧/૧૨/૨૦૨૨ બાદ મળેલ અરજી ધ્યાને લેવામા આવશે નહી. અગાઉ કરેલ અરજી માન્ય રહેશે નહી. તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે અને એક વ્યકિતએ એક કેન્દ્ર માટે એક જ અરજી કરવી. અગાઉ ગેરરિતી સબબ છુટા કરેલ સંચાલકોને નિમણુક માટે લાયક ગણવામાં આવશે નહી.
ઉમેદવારી માટેની જરુરી લાયકાત શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી.પાસ. જો એસ.એસ.સી. પાસ ઉમેદવાર નહિ મળે તો તેનાથી નીચે ધોરણ–૭ પાસ સુધીના ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે. વય મર...

