Monday, February 16News That Matters

અંજાર તાલુકાના ૦૨ મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકો માટે અરજી મંગાવાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

અંજાર તાલુકાના ચાંદ્વોડા પ્રા.શાળા કેન્દ્ર નં ૧૭, ભલોટ.પ્રા.શાળા કેન્દ્ર નં ૧૯, આપેલ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટેનું નિયત અરજી ફોર્મ મામલતદારની કચેરી અંજાર ખાતેથી મેળવીને સંપુર્ણ વિગત ભરીને આગામી તા. ૩૧/૧૨/૨૦૨૨ના કચેરીના સમય દરમ્યાન મળે તે રીતે ટપાલથી મામલતદાર કચેરી અંજાર મોકલી આપવાની રહેશે.

        તા.૩૧/૧૨/૨૦૨૨ બાદ મળેલ અરજી ધ્યાને લેવામા આવશે નહી. અગાઉ કરેલ અરજી માન્ય રહેશે નહી. તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે અને એક વ્યકિતએ એક કેન્દ્ર માટે એક જ અરજી કરવી. અગાઉ ગેરરિતી સબબ છુટા કરેલ સંચાલકોને નિમણુક માટે લાયક ગણવામાં આવશે નહી.

ઉમેદવારી માટેની જરુરી લાયકાત શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી.પાસ. જો એસ.એસ.સી. પાસ ઉમેદવાર નહિ મળે તો તેનાથી નીચે ધોરણ–૭ પાસ સુધીના ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે. વય મર્યાદા–તમામ ઉમેદવાર માટે ૨૦ થી ૬૦ વર્ષની રહેશે. આ અંગે અન્ય શરતો કચેરીમાંથી રુબરુ જાણી શકાશે. નિયત નમુનાના અરજી ફોર્મમાં અરજદારે શાળા છોડયાના પ્રમાણપત્ર મુજબ અરજી કરવાની રહેશે

અરજી સાથે રજુ કરવાના જરુરી આધાર પુરાવા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની ખરી નકલ, ઉંમર અંગેના આધાર પુરાવા (એલ.સી.) રેશનકાર્ડ, ચુંટણીકાર્ડની નકલ, જાતિ અંગેનું પ્રમાણપત્ર, સ્થાનિક રહેઠાણ અંગેના તથા અરજી ફોર્મમાં જણાવેલ અન્ય આધાર, એસ.બી.આઇ. બેંક ખાતા નંબર/પાસબુકની ઝેરોક્ષ નકલ, તબીબી પ્રમાણપત્ર, પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર (ફોજદારી ગુનો નોંધાયેલ ન હોવા અંગેનું)

ઉપરોકત તમામ આધાર પુરાવાઓની પ્રમાણીત નકલો રજૂ કરવાની રહેશે. અરજદારે અરજી ફોર્મ અઘિકારીની ખરાઇ કર્યાં બાદ જ આવક શાખામાં રજુ કરવું, ખરાઇ કર્યા વગરનું ફોર્મ માન્ય ગણાશે નહી તેવું મામલતદાર, અંજાર-કચ્છ દ્વારા જણાવાયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *