હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ
શિક્ષણ વિભાગ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તથા બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તે હેતુથી યુ.આર.સી. કક્ષાના વિવિધ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન-૨૦૨૨ નું તા. ૧૯ અને ૨૦ સોમવાર અને મંગળવારના રોજ ઈસ્ટ ઝોનનો રણછોડદાસજી પ્રાથમિક શાળા નં – ૧૫, સેન્ટર ઝોન નો શ્રી પૃથ્વીરાજ ચૌહાણ પ્રા. શાળા નં – ૪૮ ખાતે અને વેસ્ટ ઝોન નો શ્રી શ્યામા પ્રસાદ મુખરજી શાળા નં – ૬૯ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ હતુ. આ પ્રદર્શનનો શુભારંભ તા. ૧૯-૧૨-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જ્યારે સમાપન તા. ૨૦ મી એ બપોરે ૩:૩૦ કલાકે કરવામાં આવેલ. સમગ્ર રાજકોટ શહેરના નગરજનો, ગણિત-વિજ્ઞાનમાં રસ ધરાવતા વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે અગ્રણ્ય મહાનુભાવો દ્વારા પ્રદર્શન નિહાળવામાં આવ્યુ.
સમગ્ર આયોજનમાં શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિત,વા. ચેરમેન સંગીતાબેન છાયા,શાસનાધિકારી કિરીટસિંહ પરમાર આયોજન પરત્વે માર્ગદર્શન આપ્યું.જેમા વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં ઈસ્ટ ઝોન કન્વીનર તરીકે યુ.આર.સી. દિપકભાઈ સાગઠિયા, સેન્ટર ઝોનના કન્વીનર તરીકે શૈલેષભાઈ પાડલિયા, અને વેસ્ટઝોનના કન્વીનર તરીકે રમણીકભાઈ પરમાર તથા દરેક ઝોનનાં સી.આર.સી. મિત્રો અને બ્લોક સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રદર્શનની મેઈન Theme : ટેકનોલોજી અને રમકડા (Technology and Toys) પર હતી. તેના અંતર્ગત (૧)માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાંઉન્નતિ/નાવીન્ય, (૨-A)ઇકોફ્રેન્ડલી સામગ્રી, (૨-B)પર્યાવરણ સંબંધિત ચિંતા, (૩)સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, (૪)પરિવહન અને નાવીન્ય, (૫-A)વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ, (૫-B)આપણા માટે ગાણિતિક નિર્માણ જેવા વિભાગોમાં સરકારી શાળાની ૮૮ બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓ તથા ખાનગી શાળાની ૧૯ કૃતિ સહિત કુલ ૧૦૭ કૃતિઓ રજૂ કરવામાં આવી. જેમાં કુલ ૨૦૭ બાળવૈજ્ઞાનિકો અને ૧૦૭ માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રદર્શનમાં વિજેતા થયેલ કૃતિઓ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે.
સાથોસાથ શહેરની સરકારી અને ખાનગી પ્રા. શાળાના વિદ્યાર્થીઓએ પણ આ પ્રદર્શન નિહાળવાનો બહોળા પ્રમાણમાં લાભ લીધેલ હતો.
ઈસ્ટ ઝોનનું પ્રદર્શન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સંજયભાઇ મહેતા, ન.પ્રા.શિ.સમિતિના સદસ્ય રવિભાઈ ગોહેલ અને સરદભાઈ તલસાણીયા તથા જયંતીભાઈ ભાખર તેમજ વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરિયા,
સેન્ટર ઝોનનું પ્રદર્શનન.પ્રા.શિ.સમિતિ રાજકોટના વા.ચેરમેન શ્રી સંગીતાબેન છાયા તેમજ નીલેશભાઈ જલુ (કોર્પોરેટર, વોર્ડ નં. ૧૪), આરતીબેન મકવાણા (કોર્પોરેટર, વોર્ડ નં. ૧૪), હરિભાઈ રાતડીયા (પ્રમુખ, વોર્ડ નં. ૧૪), વિપુલભાઈ માખેલા (મહામંત્રી, વોર્ડ નં. ૧૪), તેમજ
વેસ્ટ ઝોનનું પ્રદર્શન સુરેંદ્રસિંહ વાળા (RMC-દંડક) તેમજ જયાબેન ડાંગર (કોર્પોરેટર, વોર્ડ નં. ૧૩), નીતિનભાઈ રામાણી(કોર્પોરેટર, વોર્ડ નં. ૧૩), સોનલબેન સેલારા(કોર્પોરેટર, વોર્ડ નં. ૧૩) ભરતભાઈ સવસેટા (વોર્ડ મહામંત્રી વોર્ડ નં. ૧૩), નયનાબેન મકવાણા (મહિલા મોરચો પ્રમુખ), સોનલબેન ફળદુ(પ્રિન્સીપાલ, સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલ), પુજાબેન પટેલ(સંચાલક પ્રયાસ પેરેન્ટ્સ એસોસીએશન)નાં વરદ હસ્તે ખુલ્લુ મુકવામા આવ્યુ હતું.
વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનાં અંતે સમાપન સમારોહમાં સેન્ટર ઝોનમાં વા.ચેરમેનશ્રી સંગીતાબેન છાયા, ન.પ્રા.શિ.સમિતિના સદસ્ય ડો. પીનાબેન કોટક, અમિતભાઈ શુક્લ એકાઉન્ટ અને દાતા ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરુ પાડવામા આવ્યુ. મહેમાનઓ દ્વારા સૌ બાળવૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર, શિલ્ડ, પ્રોત્સાહક ઈનામ વડે સન્માનિત કરવામાં આવ્યા.
વેસ્ટ ઝોનમાં મેયર રાજકોટ મહાનગર પાલિકા ડો. પ્રદીપભાઈ ડવ સાહેબ, ન.પ્રા.શિ.સમિતિ શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, પુજાબેન પટેલ (સંચાલક પ્રયાસ પેરેન્ટ્સ એસોસીએશન) ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરુ પાડવામા આવ્યુ. મહેમાનઓ દ્વારા સૌ બાળવૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર, શિલ્ડ, પ્રોત્સાહક ઈનામ વડે સન્માનિત કરવામાં આવ્યા.
ઇસ્ટ ઝોનમાં ડે. કમિશનર રાજકોટ મહાનગર પાલિકા આશિષકુમાર, રાજકોટ શહેર ભાજપા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ન.પ્રા.શિ.સમિતિના સદસ્ય રવિભાઈ ગોહેલ, સંચાલક પી&બી સ્કુલ વિપુલભાઈ પાંભર ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરુ પાડવામા આવ્યુ. મહેમાનઓ દ્વારા સૌ બાળવૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર, શિલ્ડ, પ્રોત્સાહક ઈનામ વડે સન્માનિત કરવામાં આવ્યા. આ તકે ડે. કમિશનર રાજકોટ મહાનગર પાલિકા આશિષકુમાર, રાજકોટ શહેર ભાજપા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ દ્વારા શાળા નં. ૯૬ ના આ. શિક્ષક નયનભાઈ રુદાકીયાને NMMS માટે સુંદર કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા.
