Sunday, February 15News That Matters

દેવભુમી દ્વારકા જિલ્લાના નવી ફોટ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

હિન્દ ટીવી – ગુજરાતી, દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા મહિલા અને બાળ અધિકારીની કચેરી દેવભુમિ દ્વારકા દ્વારા તા-૨૦/૧૨/૨૦૨૨ ના રોજ નવી ફોટ ગામ ના સમાજ વાડી, ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ –૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાયદાકીય જાગૃતિ શિબિરમાં સીનીયર એડવોકેટ જીતુભાઇ હિંડોચા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ વિશે માહિતી આપવામાં આવેલ. જેમાં કાયદાઓની જોગવાઇઓ તથા કલમો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવેલ અને કાયદાના ઇતિહાસથી લઈને હાલની ઘરેલુ હિંસાના કાયદાની જોગવાઇઓ અંગેની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી ઉપરાંત સમગ્ર દેશમાં થઈ રહેલા ઘરેલુ હિંસાના બનાવોના ઉદાહરણો આપી અને મહિલાઓ ઉપર થતી ઘરેલુ હિંસાથી પોતાને કઈ રીતે સુરક્ષીત રાખી શકાય તેની વિસ્તૃત માહીતી આપી માર્ગદર્શન આપેલ. દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી પ્રફુલ જાદવ દ્વારાજો કોઇ મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા તે અંગે વિગતે માર્ગદર્શન આપવામાં આવેલ. જિલ્લા મહિલા અને બાળ અધિકરીની કચેરી અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર જે કોઇ પણ પ્રકારની હિંસાથી પીડિત બહેનને ૨૪ કલાક વિનામૂલ્યે ૫ દિવસ સુધી હંગામી આશ્રય પૂરૂ પાડી પીડિતાને કાઉન્સેલીગ, પોલીસ સહાય, તબીબી સારવાર વગેરે સેવાઓ આપ્યા બાદ કુટુંબમાં પુનઃ સ્થાપન કરવાની સમાધાનકારી મહિલાલક્ષી કામગીરી કરે છે જે હાલ નવી સિવિલ હોસ્પીટલની બાજુમા, જામ ખંભાળીયા ખાતે કાર્યરત છે જેના ફોન નંબર- ૦૨૮૩૩ ૨૩૩૨૨૫છે જેનો કોઇ પણ પ્રકારની મુશ્કેલી નિવારણ માટે સંપર્ક કરવાની ચર્ચા શ્રોતા બહેનો સાથે કરવામાં આવેલ. ઉપરાત આ કાર્યક્રમાં ૧૮૧- અભયમ મહિલા હેલ્પ લાઇન,પોલીસ વિભાગની શી-ટીમ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર વગેરે પ્રકલ્પોનાં કર્મચારીઓ દ્વારા ઘરેલુ હિંસાનો ભોગ બનનારને આ બધા પ્રકલ્પો પીડીતાને કેવી રીતે મદદરૂપ થાય છે તે માહિતી પુરીપાડવામાં આવેલ. આ શિબિરજિલ્લા મહિલા અને બાળ અધિકરીની કચેરી તથા આગાખાન ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર વેજાણદભાઇ જોગલ તથા તેમના સહયોગી સ્ટાફ દ્રારા સંયુક્ત ઉપક્રમે નવી ફોટ ગામ ખાતે આયોજીત કરવામાં આવેલ જેમાં ગામની બહેનોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *