Sunday, February 15News That Matters

મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા જોડિયા ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત ‘કાયદાકીય માર્ગદર્શન સેમિનાર’ યોજાયો

હિન્દ ટીવી – ગુજરાતી, જામનગર

જામનગર તા. ૨૧ ડિસેમ્બર, મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા જોડિયા આઈ. સી. ડી. એસ. કચેરી ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી, મહિલા કલ્યાણ અધિકારી તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલકશ્રી દ્વારા કાયદાકીય તથા મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા બહેનોને મોબાઇલ એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી, અને ૧૮૧ હેલ્પલાઈન વિષે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગર, જોડિયા તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન કે.પટેલ, મહિલા કલ્યાણ અધિકારી રૂકશાદબેન ગજણ, હંસાબેન ટાઢાણી, કારોબારી સમિતિના અધ્યક્ષ વલ્લભભાઈ ગોઠી, ન્યાય સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ભીમાણી, તાલુકા પંચાયતના સભ્ય હીનાબેન નંદાસણા, હેતલબેન ચનીયારા, સખી વન સ્ટોપ સેન્ટર કેન્દ્ર સંચાલક હેતલબેન એમથીયા, ૧૮૧ અભયમ હેલ્પલાઈન કાઉન્સેલર રીનાબેન, અમીનભાઈ ઓડિયા, ‘SHE’ ટીમમાંથી ભાનુબેન, મુખ્ય સેવિકાઓ જ્યોત્સનાબેન ગુસાઈ, વિજયાબેન ગોહિલ, આઈ. સી. ડી. એસ. ઘટકના તમામ કર્મચારીઓ અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *