Sunday, February 15News That Matters

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ફર્ટિલાઇઝર ડિલર્સ કોર્ષ તાલીમ બેંચનો શુભારંભ

હિન્દ ટીવી – ગુજરાતી, જૂનાગઢ

પંદર દિવસ સુધી ૯૨ ડિલર્સને સર્ટિફિકેટ કોર્ષ ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઇઝર ડિલર્સની તાલીમ ૦૦૦ જૂનાગઢ તા.૨૧ ડિસેમ્બર, ૨૦૨૨ (બુધવાર) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિની પ્રેરણાથી વિસ્તરણ શિક્ષણ કચેરી દ્વારા તા.૦૨/૦૧/૨૦૨૩ સુધી ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના નિર્દેશ મુજબ પંદર દિવસીય ૯૨ ડિલર્સ માટે સર્ટિફિકેટ કોર્ષ ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઇઝર ડીલર્સની સાતમી બેંચનો શુભારંભ કુલપતિ ડો. વી.પી. ચોવટીયાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો છે. અધ્યક્ષ કુલપતિ ડો.વી.પી. ચોવટીયાએ જણાવ્યુ હતુ કે, આ કોર્ષ યુવા ફર્ટિલાઇઝર ડીલર્સના જ્ઞાનમાં ચોકકસ વધારો કરશે તેવી મને આશા છે. તેમજ તાલીમાર્થીઓને પોષક તત્વોના વ્યવસ્થાપન અંગેની જાણકારી તેમજ વાપરવાની વૈજ્ઞાનિક પધ્ધતિ, લિકવિડ ફર્ટિલાઇઝર, બાયો ફર્ટિલાઇઝર તેમજ નેનો ફર્ટિલાઇઝરની સમજણ અને તે મુજબ રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ જેવા વિષયોનું વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ તાલીમનો આપ ડીલરો શકય તેટલો લાભ લઇ તમે ખેડૂતોના માર્ગદર્શક ચોકકસ બનો તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એચ.એમ.ગાજીપરાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યુ કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હંમેશા સૌરાષ્ટ્રના ખેડૂતોના કૃષિ વિષયક જ્ઞાનમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ તાલીમ કાર્યક્રમમાં સર્વે તાલીમાર્થીઓને તજજ્ઞો તરફથી આપવામાં આવતા કૃષિ વિષયક જ્ઞાનથી ચોકકસ વધારો થશે તેવી આશા છે. આ તાલીમ કાર્યક્રમમાં તાલીમાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઇ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવતાં જ્ઞાનને ખેડૂત ભાઇઓ સુધી પહોંચાડો તેવી અપેક્ષા રાખુ છુ. ફર્ટિલાઇઝર ડિલર્સ દ્વારા ડો.વી.પી. ચોવટીયાનું સાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. આ તકે આચાર્ય અને ડીન, કૃષિ મહાવિદ્યાલય તથા પ્રાધ્યાપક અને વડા, કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગ, ડો.એસ.જી.સાવલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે આ કોર્ષની રૂપરેખા આપી હતી. આ તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા સંકલન કરનાર ડો.એચ.સી.છોડવડીયા, ડો.બી.એન.કલસરિયા, ડો.જી.આર.ગોહિલ, સાવન ભાભોર, ભારત લુણાગરીયા તેમજ વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીનાં સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.વી.જે. સાવલિયાએ કર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *