Saturday, September 5News That Matters

Gujarat

ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમ યોજાઈ

ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આણંદ તથા આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના સંયુક્ત ઉપક્રમે 10 જિલ્લાના બી.આર.સી. (Bio-Resource Center) યુનિટ ધરાવતા ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ.
જામનગરમાં ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ અભિયાન અંતર્ગત સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા સતત ૩૧ દિવસ સુધી જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

જામનગરમાં ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ અભિયાન અંતર્ગત સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા સતત ૩૧ દિવસ સુધી જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર      જામનગર ખાતે સ્થિત સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ‘વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ૨૦૨૬’ ની ઉજવણીના ભાગરૂપે “A Happy Mouth is… A Happy Life” થીમ હેઠળ ૩૧ દિવસીય જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 'હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ' આ અભિયાન હેઠળ નાગરિકોને મૌખિક આરોગ્યનું મહત્વ, તમાકુના દૂષણથી સમાજને દૂર રાખવા અને સ્વસ્થ જીવનશૈલી માટે જનતાને પ્રેરિત કરવાનો પ્રયાસ કરાયો હતો.  આ ભગીરથ કાર્ય માટે સંસ્થા દ્વારા બે મહિના અગાઉથી જ માઈક્રો પ્લાનિંગ કરી ડોક્ટરો, સ્ટાફ અને વિદ્યાર્થીઓની ૧૦ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા દરરોજ શહેર અને ગ્રામ્યના ૫ થી ૬ અલગ-અલગ સ્થળોએ પ્રવૃત્તિઓ હાથ ધરી અભિયાનના વ્યાપને ત્રણ ગણો વધારવામાં આવ્યો હતો. આ ૩૧ દિવસીય અભિયાન દરમિયાન કુલ ૨૮૨ જેટલી વિવિધલક્ષી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી, જેમાં શાળાઓ, ગામડાઓ અને સ્લમ વિસ્તારોમ...

૬૬માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર મુખ્યમંત્રીશ્રી : ¤ તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જનતાએ અમને પ્રચંડ સમર્થન આપીને વિશ્વાસ અકબંધ રાખ્યો છે, આ પ્રેમનો નતમસ્તકે અમે ઋણ સ્વીકાર કરીએ છીએ ¤ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ થકી શરૂ થયેલી ‘વાઈબ્રન્ટ સમિટ’ની સતત સફળતાને પગલે ગુજરાત આજે ‘ગ્લોબલ ગેટ-વે ટુ ધી ફ્યુચર’ અને દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય બન્યું ¤ ઇન્ફ્રાસ્ટક્ચર ડેવલપમેન્ટના ધ્યેય સાથે સુરત અને તેની આસપાસના વિસ્તાર માટે ‘સુરત ઈકોનોમિક રિજીયન ડેવલોપમેન્ટ પ્લાન’ તૈયાર : ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે નવા 6 રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર થઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ વ્હાલા ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી ૦૧ મે-૨૦૨૬ના રોજ ૬૬માં ‘ગુજરાત સ્થાપના ...
આઈ.સી.ડી.એસ. (ICDS) જૂનાગઢ-૨ ઘટક દ્વારા પોષણ અભિયાન

આઈ.સી.ડી.એસ. (ICDS) જૂનાગઢ-૨ ઘટક દ્વારા પોષણ અભિયાન

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, જૂનાગઢ         આઈ.સી.ડી.એસ. (ICDS) જૂનાગઢ-૨ ઘટક દ્વારા પોષણ અભિયાન અંતર્ગત ડુંગરપુર સેજાના ઈવનગર આંગણવાડી કેન્દ્ર-૪ ખાતે 'પૌષ્ટિક વાનગી સ્પર્ધા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક માતાઓ અને બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.   જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડીના લાભાર્થી બહેનોએ સરકાર દ્વારા મળતા THR (ટેક હોમ રાશન) અને મિલેટ્સ (શ્રી અન્ન) નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ પ્રદર્શિત કરી હતી.   પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે દ્વારા ઉપસ્થિત તમામ બહેનોને મિલેટ (જાડા ધાન્ય) ના આરોગ્યપ્રદ ફાયદાઓ અને THR માંથી મળતા પોષણયુક્ત આહાર વિશે ઊંડાણપૂર્વક સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ શ્રેષ્ઠ દેખાવ કરનાર બહેનોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્...
આગામી તારીખ 6 થી 8 મે દરમિયાન ત્રિમંદિર, અડાલજ ખાતે મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનું આયોજન થનાર છે.

આગામી તારીખ 6 થી 8 મે દરમિયાન ત્રિમંદિર, અડાલજ ખાતે મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનું આયોજન થનાર છે.

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  આ કાર્યક્રમની સુચારુ તૈયારીઓના ભાગરૂપે આજે માનનીય અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) શ્રીમતી જયંતી રવિના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા શિબિરના સુવ્યવસ્થિત સંચાલન માટે જરૂરી વ્યવસ્થાઓ અને તૈયારીઓની સમીક્ષા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું....
જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ફરિયાદોની સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન જમીન માપણી જમીનમાં બિનખેતી સુધારા બાબત તેમજ આકરણી પ્રકિયા સહિતના મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપતા ફરિયાદોનું સુખદ અને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી કે નાગરિકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખી ઝડપી અને અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમ...
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બોડેલી ખાતે ચૂંટણી સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા

જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બોડેલી ખાતે ચૂંટણી સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા

Gujarat
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ છોટાઉદેપુર જિલ્લામાં આગામી એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બોડેલી ખાતે વિવિધ ચૂંટણીલક્ષી કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ બોડેલી નગરપાલિકાના પોલિંગ સ્ટાફ માટે આયોજિત ત્રીજા તબક્કાની તાલીમ શિબિરમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે મતદાન મથક પરની કામગીરી, ઈવીએમ હેન્ડલિંગ અને કાયદો-વ્યવસ્થાના ચુસ્ત પાલન અંગે સ્ટાફને જરૂરી ટેકનિકલ સૂચનો આપી ક્ષતિરહિત કામગીરી કરવા તાકીદ કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬માં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે બોડેલી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને ...
છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ કર્મચારીઓએ જિલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬માં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ કર્મચારીઓએ જિલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬માં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

Gujarat
સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં આગામી જિલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની પ્રક્રિયા હાલ ગતિશીલ છે. આ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અન્ય ચૂંટણીલક્ષી ફરજોમાં રોકાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલી સેવા સદન, અને પોલીસ હેડ ક્વાર્ટર, છોટાઉદેપુર ખાતે પોસ્ટલ બેલેટ મતદાન ફેસીલીટેશન સેન્ટર (સુવિધા કેન્દ્ર) શરૂ કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાની વિવિધ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ફરજ બજાવતા જી.આર.ડી.સી,હોમગાર્ડ અને પોલીસ જવાનોએ આ સુવિધા કેન્દ્ર ખાતેથી પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ શિસ્તબદ્ધ રીતે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ સુવિધા કેન્દ્રનો મુખ્ય આશય ચૂંટણી પ્રક્રિયામાં રાત-દિવસ કાર્યર...
જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈને કવાંટ તાલુકાના સંવેદનશીલ બૂથ મથકોનું કર્યું નિરીક્ષણ

જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈને કવાંટ તાલુકાના સંવેદનશીલ બૂથ મથકોનું કર્યું નિરીક્ષણ

Gujarat
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી ગાર્ગી જૈને આજે કવાંટ તાલુકાના અંતરિયાળ અને સંવેદનશીલ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ વહીવટી સજ્જતાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. કવાંટ તાલુકાના મતદાન મથકો પર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓનું કલેકટરશ્રીએ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને સંવેદનશીલ જાહેર કરાયેલા બૂથ પર મતદારો કોઈપણ પ્રકારના ભય કે પ્રલોભન વગર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી પોલીસ અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. તેઓએ મતદાન મથકો પર પીવાનું શુદ્ધ પાણી, વીજળી, શૌચાલય અને દિવ્યાંગ મતદારો માટે રેમ્પ જેવી 'એશ્ય...
શેત્રુંજી નહેરોમાં પૂરતી સપાટીએ પાણી વહેતું હોવાથી કેનાલ બાઉન્ટ્રીમાં પ્રવેશ ન કરવા અનુરોધ

શેત્રુંજી નહેરોમાં પૂરતી સપાટીએ પાણી વહેતું હોવાથી કેનાલ બાઉન્ટ્રીમાં પ્રવેશ ન કરવા અનુરોધ

Gujarat
ભાવનગર શેત્રુંજી સિંચાઇ યોજનાના જમણા કાંઠા તથા ડાબા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારના ગામોમાં હાલ રવી-ઉનાળુ ૨૦૨૫-૨૬ સિઝનની સિંચાઇ માટેનું પાણી વહન કરવાનું શરુ છે. તથા શેત્રુંજી જમણા કાંઠા તથા ડાબા કાંઠા નહેર અને તેની શાખા, પ્ર-શાખામાં પૂર્ણ સપાટીએ પાણી વહે છે. આથી જાહેર જનતાને જણાવવાનું કે, કેનાલ બાઉન્ટ્રીમાં પ્રવેશ ન કરવાની સુચના આપવામાં આવી છે. જો કોઈ જાનહાનિ કે અન્ય કોઈ આકસ્મિક બનાવ બને તો સિંચાઇ ખાતાની જવાબદારી રહેશે નહિ. જેની જાહેર જનતાને નોંધ લેવી તેમ, કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગની યાદીમા જણાવ્યું છે....