Saturday, May 2News That Matters

‘સહકારથી સમૃદ્ધિ’ @ VGRC સુરત

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહકાર ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજી અને ગ્રીન એનર્જીના સમન્વય પર મંથન કરાયું

હિન્દ ટીવી – ગુજરાતી, સુરત

    સુરત સ્થિત ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (દક્ષિણ ગુજરાત ઝોન) ના દ્રિતીય દિવસે રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્ય ઉધ્યોગ, પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને વેલ્યુ એડિશન, ગ્રીન એનર્જી અને એક્સપોર્ટ સ્કોપ્સ ઈન કો.ઓપરેટીવ સેક્ટર ઓફ ગુજરાત વિષય પર મંથન કરાયું. આ પ્રસંગે નાયબ દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. 

 

                આ અવસરે પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, ગુજરાત સહકારની પવિત્ર ભૂમિ છે અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલું નવું ‘સહકાર મંત્રાલય’ આ ક્ષેત્રમાં નવી ઉર્જાનો સંચાર કરી રહ્યું છે. સહકારના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોના ઉત્થાન માટે કટિબદ્ધ છે.

 

               વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં ગ્રીન એનર્જી અને વેલ્યુ એડિશનનો નવો અધ્યાય સહકાર ક્ષેત્ર માટે આર્થિક સહાયનો રોડમેપ બનશે. રાજ્યની પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) ને હવે ‘કોમન સર્વિસ સેન્ટર’ અને ‘જન ઔષધિ કેન્દ્રો’ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતોને ગામડામાં જ ૭૫થી વધુ સરકારી સેવાઓ ઉપલબ્ધ થાય. બેંકિંગ સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ૧૪,૩૩૦ ગ્રામ પંચાયતોમાં ૧૨,૦૦૦થી વધુ ‘માઇક્રો-એટીએમ’નું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સાથે ૩૬ લાખ પશુપાલકોને ‘રૂપે ડેબિટ કાર્ડ્સ’ આપી નાણાકીય સમાવેશ સાધ્ય કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *