Saturday, May 2News That Matters

વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત

MSME કોન્ક્લેવમાં વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને આત્મનિર્ભર ભારત પર વિચાર મંથન

હિન્દ ટીવી – ગુજરાતી, સુરત

    સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત “વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ”ના બીજા દિવસે યોજાયેલ MSME કોન્ક્લેવમાં “ઉત્પાદકતા અને સ્પર્ધાત્મક વૈશ્વિક માર્ગો” વિષય પર કેન્દ્રિત ચર્ચા સત્ર યોજાયું હતું. આ સત્રમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવા, ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થાને ગતિ આપવાના માર્ગો તથા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં MSME સેક્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.

સત્ર દરમિયાન વિવિધ ક્ષેત્રના વિષય નિષ્ણાંતો દ્વારા MSME સેક્ટરના વિકાસ માટેના વિવિધ આયામો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમિત ધારવાએ MSME માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ, જરૂરી ફોર્માલિટી, નીતિઓ, ડિજિટાઇઝેશન અને સિંગલ વિન્ડો સિસ્ટમ અંગે વિગતવાર માહિતી આપી હતી, જે ઉદ્યોગોને સરળતાથી સરકારી સેવાઓ સાથે જોડવામાં મદદરૂપ બની શકે છે.

કેન્દ્ર સરકારના ઉદ્યોગોના આંતરિક વેપાર વિભાગના સેક્રેટરી સુ નિરજા શેખરે દેશના ડોમેસ્ટિક પ્રોડક્શન, રોજગાર સર્જન અને વિવિધ ઇન્સેન્ટીવ સ્કીમ અંગે માહિતગાર કરતાં જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન જેવા મેગા પ્રોજેક્ટ્સ વિકસિત ભારતના મજબૂત મોડેલ તરીકે ઉભરી રહ્યા છે. તેમણે ઇન્ડસ્ટ્રીઝ 4.0 અને ગતિ શક્તિ 4.0ના પરિપ્રેક્ષ્યમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેક્નોલોજી અપગ્રેડેશનનું મહત્વ સમજાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *