Saturday, May 2News That Matters

વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સુરત: દક્ષિણ ગુજરાત

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ‘ઉચ્ચ મૂલ્ય ધરાવતી ઝીંગા, મત્સ્ય ઉત્પાદન અને નિકાસલક્ષી વૃદ્ધિ માટે દક્ષિણ ગુજરાતમાં ટકાઉ ખારા પાણીના મત્સ્ય ઉછેરને વેગ’ વિષય પર સેમિનાર યોજાયો

હિન્દ ટીવી-ગુજરાતી, સુરત

   ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)ના બીજા દિવસે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ‘ઉચ્ચ મૂલ્ય ધરાવતી ઝીંગા, મત્સ્ય ઉત્પાદન અને નિકાસલક્ષી વૃદ્ધિ માટે દક્ષિણ ગુજરાતમાં ટકાઉ ખારા પાણીના મત્સ્ય ઉછેરને વેગ’ વિષય પર સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

   સેમિનારમાં મંત્રીએ જણાવ્યું કે, આપણા રાજ્યમાં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માછીમારોને ‘સાગરખેડૂઓ’ તરીકેનું બિરુદ આપ્યું હતું. અને સન્માનની સાથે જ મત્સ્ય ઉદ્યોગને વેગ આપવા આવા માછી ઉદ્યોગકારો માટે વિવિધ યોજના અને સહાય આપી. તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં પાકા રસ્તા, પીવાનું પાણી, આવાસ, અને વિદ્યુતીકરણ જેવી માળખાગત સુવિધાઓ સાથે તેઓને સુખી–સમૃધ્ધ જીવન જીવવાની તક આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *