Sunday, May 3News That Matters

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામની તારીખો જાહેર

હિન્દ ટીવી – ગુજરાતી, ગાંધીનગર

તા. 4 મેના રોજ ધોરણ 12ના વિજ્ઞાન, વાણિજ્ય અને સામાન્ય પ્રવાહની સાથે ગુજકેટ (GUJCET)નું પરિણામ પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. તા. 6 મેના રોજ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે.

પરીક્ષાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન જોઈ શકશે, વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મેસેજ કરીને વિદ્યાર્થીઓ મોબાઇલ પર જ પરિણામ મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *