Sunday, May 3News That Matters

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓલપાડના જીણોદ ગામની શાળામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યા યોગ અને પ્રાણાયામ

હિન્દ ટીવી – ગુજરાતી, સુરત

   રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓલપાડ તાલુકાના જીણોદ ગામની શાળામાં રાત્રિવિશ્રામ કર્યા બાદ ઊઘડતી સવારે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલએ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નિયમિત યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *