Tuesday, September 8News That Matters

Gujarat

વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           “World Ocean Day” વિશ્વ મહાસાગર દિવસ ૦૮ જુન ૨૦૨૩ના રોજ Youtube Live પર માર્ગદર્શન અને ઉજવણી કરવામાં આવી. કોલેજ ઓફ ફિશરીઝ, વેરાવળ, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, વેરાવળ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 08-06-2023 સોમવારના રોજ બપોરે 05 વાગ્યે  યુ ટ્યુબ પર સેમિનાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત વિષયો જેમાં વિશ્વ મહાસાગર દિવસ મહત્વ, દરિયાઈ સલામતી, ટકાઉ માછીમારી માટેની વ્યવસ્થા, દરિયાઈ મતરસ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગથી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે અલગ અલગ  વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. યુ ટ્યુબ લાઈવ ઉપર  વિશ્વ મહાસાગર દિવસ અંતર્ગત વિવિધ વિષયો ઉપર વિષય નિષ્ણાતો દ્વારા સફળ પ્રયાસ કરવામાં આવેલ. જેમાં ગુજરાતભરના માછીમાર મિત્રો ...

ગીર સોમનાથમાં પીવાના પાણી તેમજ સિંચાઈ વ્યવસ્થાની સમિક્ષા કરતા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ               જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગીર સોમનાથના સોનારિયા, વડોદરા ઝાલા, સુત્રાપાડા અને ધામળેજ સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મંત્રીએ પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા તેમજ સિંચાઈ વ્યવસ્થા અંગે સમિક્ષા કરી હતી અને સ્થાનિક ગ્રામજનોની રજૂઆતોને સાંભળી સત્વરે ઉકેલ લાવવા શીર્ષ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. સૌ પ્રથમ મંત્રીએ સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા, સિંચાઈ તેમજ વાસ્મોના શીર્ષ અધિકારીઓ સાથે બેઠક કરી ચિતાર મેળવ્યો હતો. જે પછી હિરણ નદી સાઈટ પર મુલાકાત લીધી હતી જ્યાં કાર્યપાલક ઈજનેર કલસરિયાએ પાણી પુરવઠા તેમજ બાંધકામ અંગે મંત્રીને માહિતગાર કર્યા હતાં. જે પછી મંત્રીએ સોનારિયા ગામે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લઈ આસપાસના ગામોમાં પાણી વિતરણ વ્યવસ્થા જળવાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ તકે મંત્રીએ વડોદરા ઝા...
સંવેદનશીલ સરકારના અધિકારીઓ પણ સંવેદનશીલ છે તેનું જ્વલંત અને ઉમદા ઉદાહરણ

સંવેદનશીલ સરકારના અધિકારીઓ પણ સંવેદનશીલ છે તેનું જ્વલંત અને ઉમદા ઉદાહરણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર         સંવેદનશીલ સરકારના અધિકારીઓ પણ અતિસંવેદનશીલ છે તેનું જ્વલંત અને ઉમદા ઉદાહરણ ભાવનગરની વિકસતિ જાતિ કલ્યાણ અધિકારીની કચેરીના અધિકારીઓએ પૂરું પાડ્યું છે. છેલ્લા એક અઠવાડિયા થી ભાવનગર બહુમાળી ભવન ખાતે આવેલી વિકસતિ જાતિ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા મોડી રાત સુધી ધમધમતી જોવા મળી હતી. ભાવનગરના બહુમાળી ભવન ખાતે આવેલી નાયબ નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ અધિકારીની કચેરી ખાતે બક્ષીપંચ જાતિના પ્રમાણપત્રો મેળવવા માટે અરજદારોનો ખૂબ જ ઘસારો જોવા મળ્યો હતો. હાલ શાળા અને કોલેજોમાં ધોરણ ૧૦ અને ૧૨ પછી એડમિશન મેળવવા માટે સમય મર્યાદા ખૂબ જ ઓછી આપવામાં આવી છે ત્યારે એડમિશનમાં જાતિના પ્રમાણપત્રોની ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોય છે જેને લઇ વિકસતિ જાતિ કલ્યાણ અધિકારીની કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારનો ઘસારો વધ્યો છે. જોકે વિકસતિ જાતિ કલ્યાણ અધિકારીની કચેરીના નાયબ નિયામકશ્ર...
જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ડી.એલ.સી.સી. કમિટીની બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ડી.એલ.સી.સી. કમિટીની બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર       કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ કોઓર્ડીનેશન કમિટીની (ડી.એલ.સી.સી.) પ્રથમ બેઠક મળેલ હતી.  જેમા ખેતી આધારીત વિવિધ યોજનાઓ સાથે જોડાણ કરી રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રચાયેલ સ્વ સહાય જુથની મહિલાઓની આવક અને આજીવિકાની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરી સમગ્ર વર્ષ દરમ્યાન આવકનો પ્રવાહ સુનિશ્ચિત કરવા અને બહુવિધ આજીવિકાને ટેકો આપવા તેમજ આર્થિક રીતે સશક્ત અને પગભર થાય તે હેતુથી વિવિધ વિભાગના અધિકારીશ્રી/કર્મચારી દ્રારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.  સ્વ સહાય જુથોને વિવિધ યોજનાઓ સાથે મળવા પાત્ર લાભોની ચર્ચા કરવામાં આવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્રારા ઉપસ્થિત વિભાગના અધિકારી/કર્મચારીઓને લગત વિભાગની યોજનાકીય માહિતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને...

ભાવનગરમાં તા.૧૦ તથા તા.૧૧ જૂનના જાહેરરજામાં જનસેવા કેન્દ્રો શરૂ રહેશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર         ભાવનગર મહાનગરપાલીકાના પશ્ચિમ ઝોનની કચેરી ખાતેનું જનસેવા કેન્દ્ર તથા ભાવનગર મહાનગરપાલીકાના પૂર્વ ઝોનની કચેરી ખાતેનું જનસેવા કેન્દ્રની કામગીરી તા.૧૦/૦૬/૨૦૨૩ ને શનિવાર તથા તા.૧૧/૦૬/૨૦૨૩ ને રવિવારની જાહેરરજામાં વિદ્યાર્થીઓ અરજદારોના હિતને ધ્યાનમાં રાખીને સવારે ૧૦-૩૦ થી સાંજનાં ૫ ૦૦ કલાક સુધી શરૂ રાખવામાં આવશે.   હાલમાં શાળા કોલેજ તથા સંસ્થાઓમાં વિવિઘ પ્રકારના એડમીશનની પ્રક્રિયા શરૂ હોય, સીટી મામલતદાર, ભાવનગર ખાતે વિદ્યાર્થીઓ તથા અરજદારોનો ખુબ જ મોટા પ્રમાણમાં વિવિધ પ્રમાણપત્રો મેળવવા માટે ધસારો રહે છે. કોઈ વિદ્યાર્થી કે અરજદારોને તકલીફ ન પડે તે હેતુથી સીટી મામલતદાર કચેરી, ભાવનગર ખાતે આવેલ જનસેવા કેન્દ્ર ભાવનગર મહાનગરપાલીકાના પશ્ચિમ ઝોનની કચેરી ખાતેનું જનસેવા કેન્દ્ર તથા ભાવનગર મહાનગરપાલીકાના પૂર્વ ઝોનની કચેરી ખાતેનું જનસેવા કેન્દ્ર તા.૧૦/૦૬/૨૦૨૩ ને શન...

તા.૧૦ અને ૧૧ જૂનની જાહેર રજાઓમાં વિદ્યાર્થીઓ/અરજદારોના હિતને ધ્યાનમાં રાખીને મામલતદાર કચેરી, ઘોઘામાં આવેલ જનસેવા કેન્દ્રની કામગીરી શરૂ રહેશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર         હાલમાં શાળા/કોલેજ તથા સંસ્થાઓમાં વિવિધ પ્રકારનાં એડમીશનની પ્રક્રિયા શરૂ હોય, મામલતદાર કચેરી, ઘોઘા ખાતે વિદ્યાર્થીઓ તથા અરજદારોનો ખુબ જ મોટા પ્રમાણમાં વિવિધ પ્રમાણપત્રો મેળવવા માટે ઘસારો રહે છે. જેથી કોઈ વિધાર્થી કે અરજદારો તકલીફ ન પડે તે હેતુથી મામલતદાર કચેરી, ઘોઘા ખાતે આવેલ જનસેવા કેન્દ્ર તા.૧૦/૦૬/૨૦૨૩ ને શનિવાર તથા તા.૧૧/૦૬/૨૦૨૩ ને રવિવારનાં રોજ સવારે ૧૦-૩૦ કલાક થી સાંજનાં ૦૫-૦૦ કલાક સુધી શરૂ રાખવામાં આવશે. ઘોઘા તાલુકાનાં રહીશો/અરજદારો અને વિદ્યાર્થીઓને તેમનાં જરૂરી વિવિધ પ્રમાણપત્રો જનસેવા કેન્દ્ર ખાતેથી આ બંને દિવસોમાં કાઢી આપવામાં આવશે જેથી બહોળા પ્રમાણમાં આનો લાભ લેવા મામલતદાર, ઘોઘા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે....

આગામી જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર         ભાવનગર શહેરમાં આગામી તા.૨૦/૦૬/૨૦૨૩ નાં રોજ અષાઢી બીજ નિમિતે ભગવાનશ્રી જગનાથજીની રથયાત્રા જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા સવારે કલાક ૦૮-૦૦ વાગ્યાથી સુભાષનગર, ભગવાનેશ્વર મહાદેવજી મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવે છે. જે રથયાત્રા ભાવનગર શહેરનાં ગંગાજળીયા તળાવ, ઘોઘાગેટ, હેરીસ રોડ, ખારગેટ, ખારાકુવા, મામાકોઠા, ડોક્ટરશ્રી ગજ્જરનો ચોકમાં થઈ હલુરીયા ચોક જશે. આ રથયાત્રાનાં રૂટ ઉપર લોકોના ઘસારાને રોકવા માટે બેરીકેડ કરવામાં આવે છે, જેથી તા.૨૦/૦૬/૨૦૨૩ નાં સવારે કલાક ૦૭-૦૦ વાગ્યાથી કલાક ૨૪-૦૦ સુધી રથયાત્રાનાં રૂટ ઉપર દ્વિચક્રી વાહનો પ્રવેશે નહી તે માટે તેમજ રથયાત્રાનાં રૂટ પર નો-પાર્કિંગ અંગેનાં પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરનાં દરખાસ્ત રજુ થયેલ છે. જે અનુસાર રથયાત્રા ભાવનગર શહેરનાં લોકોની વધુ અવર - જવરવાળા ગીચ વિસ્તારોમાંથ...
ભાવનગરના સરદારનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ભાવનગરના સરદારનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેશભરમાં તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. લોકોમાં યોગ પ્રત્યેની જાણકારી સાથે યોગમાં અભિરુચિ વધે અને જાગૃતતા કેળવાય તેવા વિભિન્ન કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ તેમજ પતંજલિ યોગ સમિતિ,ભાવનગર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ભાવનગર શહેરના સરદારનગરના માતંગી મંદિર કેમ્પસ ખાતે યોગ અભ્યાસ કાર્યક્રમ યોજાયો. આપણી ઋષિ પરંપરાથી વારસામાં મળેલ યોગને હવે સમગ્ર વિશ્વ અપનાવી રહ્યું છે ત્યારે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં દેશના તમામ લોકો સામેલ થાય અને ઘર ઘર સુધી યોગ પહોંચે તેવા આશય સાથે સરકારના વિભિન્ન વિભાગો, સંગઠનો અને અનેકવિધ સંસ્થાઓ અને સેવાભાવી લોકો જનજાગૃતના પ્રયાસો કરી રહ્યાં છે. જે...
જીલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને અમૃત સરોવરના બ્યુટીફીકેશનની કામગીરીની બેઠક યોજાઇ

જીલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને અમૃત સરોવરના બ્યુટીફીકેશનની કામગીરીની બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને આયોજન ખંડમાં ભાવનગર જીલ્લામાં બનેલ ૮૬ અમૃત સરોવર અંતર્ગત અમૃત સરોવરના બ્યુટી ફીકેશનની કામગીરી અંતર્ગત બેઠક સી.એસ.આર કંપની/સંસ્થા/દાતા તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા તલાટી કમ મંત્રીશ્રી/વહીવટદારશ્રી સાથે યોજાઈ. જેમાં અલગ અલગ કંપની/સંસ્થા નાં પ્રતિનિધિઓ તેમજ દાતાઓ જેમ કે નીતેશભાઈ પીંડારીયા સૂઝલોન કંપની, જીતેનભાઈ છાગાણી ભાવનગર પોર્ટ, ધનંજય કુમાર ગુજરાત હેવી કેમિકલ્સ લી. મનસુખભાઈ નીરમા લી. ઉદયભાઈ ભટ્ટ શીપ રીસાયક્લીંગ એસોસિયેશન, પ્રવીણભાઈ સાપરિયા સુમીટોમો કેમિકલ ઇન્ડીયા લી. કેરેસિલ લી. પ્રતિનિધિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેઓને કલેકટર દ્વારા અમૃત સરોવરના સ્થળ ઉપર બ્યુટી ફીકેશનની કામગીરી જેમ કે વ્રુક્ષારોપણ, ફ્લેગ હોસ્ટીંગ પોલ, બેચવા માટે બાકડા (બેન્ચીસ), સ્ટોન પીચીંગ, બ્લોક પેવીંગ, સ્ટ્રીટ લાઈટ, વોક વે, બાળકો માટે રમત...

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ               પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે પરંતુ સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન શ્રી કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ રૂપે પૂજાય છે. શ્રી ગણેશજીના પૌરાણિક કપર્દી વિનાયક સ્વરૂપને કષ્ટો હારવા માટે અને અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા તરીકે ભક્તો પૂજતા આવ્યા છે. ત્યારે અત્યાર સુધીનું શ્રી ગણેશ નું સૌથી મોટું અનુષ્ઠાન સોમનાથ તીર્થમાં પ્રારંભ થયું છે. શ્રી ગણેશની સૌથી પ્રિય સ્તુતિ ગણપતિ અથર્વશીર્ષ ના સવાલક્ષ પાઠ ભાદરવા માસના ગણપતિ નવરાત્ર સુધીમાં સંપન્ન કરવાનું સોમનાથ ટ્રસ્ટે અનુષ્ઠાન કર્યું છે. આજે જેઠ કૃષ્ણ ચતુર્થી થી લઈને શ્રી ગણેશ નવરાત્ર સુધી પ્રત્યેક ચતુર્થીના રોજ ગુજરાતની વિવિધ સંસ્કૃતિ પાઠ શાળાના ઋષિ કુમારો સોમનાથ પરિસરમાં ગણેશજીના ચરણોમાં શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરશે. સમગ્ર ગુજરાત...