Tuesday, September 8News That Matters

જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ડી.એલ.સી.સી. કમિટીની બેઠક યોજાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર 

     કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ કોઓર્ડીનેશન કમિટીની (ડી.એલ.સી.સી.) પ્રથમ બેઠક મળેલ હતી. 

જેમા ખેતી આધારીત વિવિધ યોજનાઓ સાથે જોડાણ કરી રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રચાયેલ સ્વ સહાય જુથની મહિલાઓની આવક અને આજીવિકાની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરી સમગ્ર વર્ષ દરમ્યાન આવકનો પ્રવાહ સુનિશ્ચિત કરવા અને બહુવિધ આજીવિકાને ટેકો આપવા તેમજ આર્થિક રીતે સશક્ત અને પગભર થાય તે હેતુથી વિવિધ વિભાગના અધિકારીશ્રી/કર્મચારી દ્રારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. 

સ્વ સહાય જુથોને વિવિધ યોજનાઓ સાથે મળવા પાત્ર લાભોની ચર્ચા કરવામાં આવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્રારા ઉપસ્થિત વિભાગના અધિકારી/કર્મચારીઓને લગત વિભાગની યોજનાકીય માહિતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને મોકલી આપવા જણાવવામાં આવેલ હતું. 

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જિલોવા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી જયશ્રીબેન ઝરૂ, જીલ્લા બાગાયત અધિકારી એમ.બી.વાઘમશી, ખેતીવાડી વિભાગ મહમંદ રીઝવાન ઘાંચી, જીલ્લા પશુપાલ અધિકારી ડો.કે.એચ.બારૈયા, પ્રોજેકટ ડાયરેકટર આત્મા પ્રોજેક્ટ જે.એન. પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *